પાલિકાએ ટી.બી. હૉસ્પિટલથી દૂધરેજ વચ્ચે 40 જેટલા દબાણો હટાવ્યા
- દબાણો ઉપરાંત હોર્ડિંગ્સ અને છાપરાં હટાવ્યા , રૂા. ૨૫૦૦નો વહીવટી ચાર્જ વસુલ કર્યો
સુરેન્દ્રનગર, તા.29 જુલાઇ 2020, બુધવાર
સુરેન્દ્રનગર શહેરના હાઈવે સહિત મુખ્યમાર્ગો પર ગેરકાયદેસર કાચા અને પાકા દબાણોના કારણે અવાર-નવાર ટ્રાફીકજામની સમસ્યા થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે સંયુક્ત નગરપાલિકાના વહિવટદાર અને ચીફઓફીસરની સુચનાથી પાલિકાની ટીમ દ્વારા નડતરરૂપ હોડીંગ અને કાચા અને પાકા દબાણો દુર કરી વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ટ્રાફીકને અડચણરૂપ દબાણોને કારણે અવાર-નવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાતી હોવાથી વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકી પડી રહી હોવાની ફરિયાદોને ધ્યાને લઈ સંયુક્ત પાલિકાના વહિવટદાર અને પ્રાંત અધિકારી અનિલકુમાર ગોસ્વામી તેમજ ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાની સુચનાથી એન્જીનીય કે.જી.હેરમા, નેશનલ હાઈવે એન્જીનીયર જાદવ તેમજ સ્ટેટ હાઈવેના એન્જીનીયર વાઘેલાના માર્ગદર્શન દબાણખાતાના અનિરૂધ્ધસિંહ ઝાલા, મહિપતસિંહ ચૌહાણ, ઐલેશભાઈ રાવલ, સોલંકીભાઈ, બહાદુરસિંહ જાડેજા સહિતની ટીમે ટી.બી.હોસ્પીટલથી દુધરેજ સુધીમાં અંદાજે ૪૦ જેટલાં પાકા દબાણો તથા જાહેરાતોના હોર્ડીંગ તેમજ છાપરાઓ દુર કરી રૂા.૨,૫૦૦નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.