Get The App

વિરમગામ શહેરની શાન ગણાતું ઐતિહાસિક મુનસર તળાવ ઓવરફ્લો

- તળાવના કેચમેન્ટ એરિયામાં વ્યાપક વરસાદથી

- તળાવના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ પણ કાચબાગતિએ કામથી રહીશોમાં રોષ

Updated: Aug 29th, 2020

GS TEAM

Google News
Google News
વિરમગામ શહેરની શાન ગણાતું ઐતિહાસિક મુનસર તળાવ ઓવરફ્લો 1 - image

વિરમગામ, તા. 29 ઓગસ્ટ, 2020, શનિવાર

વિરમગામ શહેરની પશ્ચિમે આવેલ સોલંકીયુગનું સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ બંધાવેલા ઐતિહાસિક આન બાન શાન.. સમું મુનસર તળાવ આવેલ છે.

આ તલાવને જોવાલાયક સ્થળ તરીકેનું સ્થાન પામલ છે. પર્યટન સ્થળ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. મુનસર તળાવને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ તળાવ ચાલુ વર્ષે સુકાઈ ગયેલ હતું ત્યારે આ વર્ષે  વિરમગામ શહેરમાં પડેલા અંદાજે ૨૦ ઈંચ વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે આ મુનસર તળાવ ભરાઈ ગયું હતું અને ઓવરફ્લો થયું હતું. આ તળાવ ભરાઈ જતા નગરજનો નયરમ્ય દ્રશ્ય જોવા ઉમટી પડયા હતા. આ તળાવ વિકાસવવા માટે પુરાતત્વખાતું એ જવાબદાર સરકારી તંત્ર દ્વારા આની ઉપેક્ષા કરવામા ંવી રહ્યું છે.  

આ તલાવને વિકાસવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે. પુરાતત્ત્વ વિભાગની બેદરકારીના કારણે દિવસે દિવસે બિસ્માર બનતું જાય છે.