Get The App

કોરોના વાઇરસનો અજગરી ભરડો છતાં આરોગ્ય તંત્ર તકેદારી લેવામાં બેદરકાર

- સુરેન્દ્રનગર-વઢવાણના શહેરી વિસ્તારોમાં

- કોરોનાના દર્દીઓના વિસ્તારોમાં કોઈ કાળજી લેવાતી નથી : કન્ટેઈન્મેન્ટ, બફર ઝોન દેખાવ પૂરતા જ રહ્યા

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News
કોરોના વાઇરસનો અજગરી ભરડો છતાં આરોગ્ય તંત્ર તકેદારી લેવામાં બેદરકાર 1 - image


સુરેન્દ્રનગર, તા.02 જુલાઈ 2020, ગુરુવાર

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે. જેમાં કોરોના વાયરસનું શહેરી વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે છતાં આરોગ્ય તંત્ર ઘોર નીંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે અને કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં કોઈપણ જાતની ગંભરતા ન દાખવતાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર, રતનપર, રતનપર અને જોરાવરનગર સહિત શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે. જેમાં નાના ભુલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓ સહિત વૃધ્ધો કોરોના વાયરસનો ભોગ બની રહ્યાં છે. ત્યારે છેલ્લા એક અઠવાડીયામાં શહેરી વિસ્તારમાં અંદાજે ૮૦થી વધુ પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યાં છે અને હજુ પણ દરરોજ સરેરાશ ૮ થી ૧૦ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે શહેરી વિસ્તારોમાં કોરોના પોઝીટીવ આવ્યાં બાદ સ્થાનિક વિસ્તારમાં રહેતાં લોકો કોરોનાના ડરથી શહેરી સહિત અન્ય વિસ્તારોમાં કોઈપણ જાતના ડર વગર બિન્દાસ રહેવા લાગ્યા છે જેના કારણે અન્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસનો ચેપ લાગવાની દહેશત સેવાઈ રહી છે.

જ્યારે બીજી બાજુ આરોગ્ય તંત્ર દ્વારા જે વિસ્તારમાં કોરોના પોઝીટીવ આવ્યો હોય તેના સંપર્કમાં આવેલ લોકોના આરોગ્યના ચેકીંગ, ક્વોરન્ટાઈન, સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરવામાં આવતી નથી. જ્યારે બીજી બાજુ તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ વિસ્તારમાં કન્ટેઈનમેનટ અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યાં છે પરંતુ તેનું પણ પાલન થતું નથી અને માત્ર દેખાવ પુરતાં અને કાગળ પર જ આરોગ્ય તંત્ર કામગીરી કરતું હોય તેમ લાગી રહ્યું છે.

 આમ સુરેન્દ્રનગર શહેરના લોકો કોરોના વાયરસ સામે ગંભીરતાં નથી દાખવી રહ્યાં ત્યારે બીજી બાજુ કોરોના કેસ વધી રહ્યાં હોવા છતાં આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી છે આથી આ અંગે આરોગ્ય વિભાગનાં અગ્ર સચીવ સહિત ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags :