વલાણા ગામનો આજીવન કેદનો ફરાર આરોપી પકડાયો
- પોલીસે પાકા કામના આરોપીની અટક કરી સાબરમતી જેલમાં ધકેલ્યો
વિરમગામ, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર
અમદાવાદ જીલ્લા પોલીસ વડા આરવીઅંસારીની સૂચનાથી જિલ્લામાં નાસતા ફરતા આરોપી તથા પેરોલ ફ્લો રજા વચગાળાના જામીન પરથી જેલમાં હાજર નહિ થઇ પેરોલ જમ્પ થયેલ આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા એલસીબીપીઆઈડીએન પટેલ સહિતનાને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જેના ભાગરૂપે એલસીબી સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે વિરમગામ તાલુકાના વલાણાગામેથી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના ૨૦૦૧ ૩૦૨, ૩૦૭ના ગુન્હામાં ૨૦૧૧માં આજીવન કેદની સજા પામેલ નારણભાઈ સાંમતભાઈ ભરવાડને સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ. સદરહુ આરોપી લાંબા સમયથી પેરોલ જમ્પ રહેલ આજીવન કેદનો પાકા કામનો આરોપી હતો.