મૂળી સ્વામી મંદિરના બાલકૃષ્ણદાસજીનો દેહ વિલય થતા સંતો, હરિભક્તોમાં શોક
- સતાયુ વર્ષના સ્વામીજીએ માત્ર ૧૦ વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો હતો
સરા, તા.7 જૂન 2020, રવિવાર
મૂળી સ્વા.મંદિરના ૧૦૦ વર્ષિય બાલકૃષ્ણદાસજી સ્વામી ગુરૃ પુરુષોત્તમચરણ દાસજીનો તા. ૬ જુનના રોજ દેહવિલય થતા સંતો સહિત હરિભક્તોમાં શોકની લાગણી જન્મી હતી.
માત્ર ૧૦ વર્ષની વયે સંસારના મોહમાયા છોડી શ્રીહરિમાં લીન થયા હતા. તેમના માયાળુ અને મિલનસાર સ્વભાવને કારણે હરિભક્તોના હૃદય સમ્રાટ હતા. મૂળી સહિત અનેક મંદિરો અને ધર્મકુળમાં અનન્ય સેવા બજાવી હતી. છેલ્લા ૨૨ દિવસથી અન્ન જળનો ત્યાગ કરી છેલ્લા શ્વાસ સુધી હરિરસમાં તલ્લીન હતા. તેમનો દેહવિલય થતા મૂળી સ્વા.મંદિરેથી તેમની પાલખી યાત્રા નિકળતા ઠેરઠેર હરિભક્તોએ અંતિમદર્શનનો લાભ લીધો હતો. મૂળી સ્વા.મંદિરના શ્યામ સુંદરદાસજી, કોઠારી સ્વામી વ્રજભૂણજી દેવપ્રકાશજી દુધઇ વડવાળા દેવમંદિરના કોઠારી સુંદરદાસજી સહિત સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર અને વિધીવિધાન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. મૂળી સ્વા.મંદિરના મહંતશ્રીએ મૂળી સ્વા.મંદિરના તેજસ્વી તારલા ખરતા તેમની તેમની ખોટ વર્તાશે.