Get The App

જિલ્લા પંચાયતની મોટી માલવણ અને કોંઢ બેઠકો બિનહરીફ જાહેર થતાં કોંગ્રેસને ફટકો

- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની વિજયી શરૂઆત

- લીંબડી તાલુકા પંચાયતની આંકેવાળિયા બેઠક પર કોંગી ઉમેદવારનું મેન્ડેટ મોડું આવતા ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ

Updated: Feb 13th, 2021

GS TEAM


Google News
Google News
જિલ્લા પંચાયતની મોટી માલવણ અને કોંઢ બેઠકો બિનહરીફ જાહેર થતાં કોંગ્રેસને ફટકો 1 - image


ધ્રાંગધ્રા તા.પં.ની ૩ બેઠકો, નગરપાલિકા વોર્ડ નં.-૮માં તમામ, નં- ૯માં એક બેઠક બિનહરીફ

સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, તા. 13 ફેબ્રુઆરી, 2021, શનિવાર

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે જેમાં જીલ્લા પંચાયતની ૩૪ બેઠકો તથા ૧૦ તાલુકા પંચાયતની ૧૮૨ અને સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા, પાટડી નગરપાલકાની કુલ ૧૬૪ બેઠકો પર આગામી ૨૮ ફેબુ્રઆરીના રોજ ચુંટણી યોજાઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો દ્વારા આ ચુંટણીમાં જીત મેળવવા તમામ પ્રયાસો હાથધરવામાં આવી રહ્યાં છે ત્યારે સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ અમુક બેઠકો બિનહરીફ જાહેર થતાં કોંગ્રેસને ચુંટણી પહેલા જ ફટકો પડયો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિત મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીઓ માટે આગામી ૨૮ ફેબુ્રઆરીના રોજ યોજાનાર છે ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અમુક જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચુંટણીઓ માટે કોંગ્રેસ દ્વારા સમયસર મેન્ડેટ રજુ ન કરાતા બિનહરીફ જાહેર થઈ હતી. જેમાં થાન તાલુકા પંચાયતની ૧૬ બેઠકો પૈકી ૧૫ બેઠકો પર ભાજપે ફોર્મ ભર્યા હતાં જે પૈકી એક બેઠક પર કોઈપણ પક્ષ કે અપક્ષે ફોર્મ ભર્યું નહોતું આથી થાન તાલુકા પંચાયત બિનહરીફ જાહેર થઈ હતી. જીલ્લા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ધ્રાંગધ્રા તાલુકામાં આવતી બે બેઠકો મોટી માલવણ અને કોંઢ પણ બિનહરીફ જાહેર થઈ હતી જેમાં બંન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારો ઉમાબા દેવપાલસિંહ ઝાલા-કોંઢ બિનહરીફ વિજેતા જાહેર થયા હતાં જ્યારે છત્રસિંહ ઠાકોર-મોટી માલવણ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું છે જ્યારે કોંગ્રેસના કે અપક્ષના એકપણ ઉમેદવારે ફોર્મ ન ભરતાં વિજેતા બન્યા હતાં. જ્યારે લીંબડી તાલુકા પંચાયતના અંકેવાળીયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રણજીતભાઈ પરાલીયાનું મેન્ડેટ સમયમર્યાદા કરતાં મોડું આવતાં ભાજપના ઉમેદવાર હંસાબેન પ્રવીણભાઈ કાગડીયા બિનહરીફ વિજેતા થયાં હતાં. તેવી જ રીતે વઢવાણ તાલુકા પંચાયતની નાના કેરાળા બેઠકના મહિલા ઉમેદવાર અવનીબેન સંજયસિંહ સોલંકી સામે કોંગ્રેસ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ન ભરતાં બિનહરીફ જાહેર થયાં હતાં. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની બેઠકો માટે ૩ બેઠકો વાવડી, રાજપર અને મોટીમાલવણ તથા ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નં.૮ના તમામ ઉમેદવારો તથા નં.૯માંથી એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી આમ કોંગ્રેસને સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી પહેલા મોટો ફટકો પડયો હતો.

તા.પં.માં ભાજપના બિનહરીફ ઉમેદવારો

થાન તાલુકો  (૧) દમયંતીબેન મકવાણા-મોરથળા (૨) દેવુબેનજલુ-સોનગઢ (૩) હમીરભાઈ સારલા-નળખંભા (૪) મંજુબેન અલગોતર-જામવાળી (૫) રત્નાભાઈ સારદીયા-ખાખરાથળ તથા (૬) વઢવાણ તાલુકો ઃ અવનીબેન સોલંકી - નાના કેરાળા (૭) લીંબડી તાલુકો ઃ હંસાબેન કાગડીયા-અંકેવાળીયા (૮) ધ્રાંગધ્રા તાલુકો ઃ ઉમાબા દેવપાલસિંહ ઝાલા-કોંઢ જીલ્લા પંચાયત (૯) શીલ્પાબેન પટેલ-માલવણ (૧૦) ગોપાલભાઈ ઠાકોર-વાવડી

નગરપાલિકાના ભાજપના બિનહરીફ ઉમેદવારો

ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ નં.૮ (૧) પુજાબેન મકવાણા, (૨) વૈશાલીબેન મકવાણા (૩) અજીતસિંહ ઝાલા, (૪) સુરેશભાઈ જાદવ તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ નં.૬ (૫) દક્ષાબેન મહેશભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.

Tags :