Surendranagar

ભાદરવા સુદ ત્રીજથી વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો પ્રારંભ: ભક્તિ, સંસ્કૃતિ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ભાદરવા સુદ ત્રીજ એટલે કે 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે. 2500થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષામાં જોડાશે, જ્યારે 100થી વધુ ડોક્ટરની ટીમ તૈનાત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાદરવા સુદ ત્રીજથી વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો પ્રારંભ: ભક્તિ, સંસ્કૃતિ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ

Tarnetar Fair 2025: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક દૃષ્ટિએ અનેરું મહત્ત્વ ધરાવે છે. ત્યારે તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ ત્રીજ એટલે કે આવતીકાલે સોમવાર(14 સપ્ટેમ્બર, 2026)થી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. તરણેતર મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

14 સપ્ટેમ્બરથી તરણેતરનો લોકમેળો શરૂ

મળતી માહિતી અનુસાર, તરણેતરના મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે. મેળામાં આવતા લોકોની સુરક્ષા, ટ્રાફિક સહિતની વ્યવસ્થામાં 2500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાશે. સંસ્કૃતિ અને પૌરાણિકતાઓને ઉજાગર કરતો થાનગઢનો તરણેતરનો મેળો માણવા માટે વિદેશથી પણ લોકો આવતા હોય છે.

તરણેતરના મેળાની શરૂઆત ભાદરવા સુદ ત્રીજથી સવારના સમયે ભગવાન શ્રીત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેકથી કરવામાં આવશે. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પરંપરાગત ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્ધાઘાટન કરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય! 4 જિલ્લામાં રેડ ઍલર્ટ સાથે 15 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી

મેળામાં આરોગ્ય વિભાગની 100થી વધુ ડોક્ટર અને સ્ટાફની ટીમ લોકોના સ્વસ્થ્ય સંબંધિત સમસ્યાની કામગીરીમાં જોડાશે. તેમજ મેળામાં ગ્રામીણ ઓલમ્પિકનું પણ આયોજન કરાયું છે. 14થી 17 સપ્ટેમ્બર સુધી યોજાનાર તરણેતરના મેળામાં 21મી ગ્રામીણ ઓલમ્પિકમાં વિવિધ રમતો યોજાશે અને વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત, મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.