સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dasada Accident: સુરેન્દ્રનગરના દસાડાના એછવાડા બસ સ્ટેન્ડ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દસાડાના એછવાડા બસ સ્ટેન્ડ પાસે પૂરપાટ આવતા ટ્રકચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રકચાલકને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના બનાવને લઈને સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર થોડા દિવસ પહેલા ટ્રેલરની અડફેટે 3 લોકોના મોત થયા હતા. ભારેભરખમ મોટા વાહનો પૂરપાટ અને બેદરકારી પૂર્વક ચલાવતા હોવાથી આ પ્રકારના અકસ્માતના બનાવો ઘટે છે. આમ, વારંવાર થતી અકસ્માતની ઘટના સામે હાઈવે પર કડક નિયમો અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ સ્થાનિકોએ કરી હતી.









