સુરેન્દ્રનગર: સાયલામાં 30 વર્ષીય પરણિતાનો ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આવેલ સરોવરિયા મહાદેવ મંદિર નજીક રહેતી 30 વર્ષીય પરણિતાનો તેના નિવાસસ્થાનેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટના બાદ પરણિતાના પરિવારજનોએ આપઘાત નહીં, પરંતુ હત્યા થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારજનો અને સગા-સંબંધિઓ મોટી સંખ્યામાં સાયલા હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા.
રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો મૃતદેહ
મળતી માહિતી અનુસાર, સાયલાનામાં રહેતા દેવરાજ માથાસુરિયાના પત્ની સોનલબહેન માથાસુરિયાનો પોતાના ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિની ગંભીરતા જોઈ મૃતદેહને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહિલાએ કયા કારણોસર આ આ પગલું ભર્યું કે પછી પરિવારજનોના આક્ષેપ મુજબ તેમની હત્યા કરવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ પ્રાથમિક વિગતો સામે આવી નથી. ઘટનાનું સત્ય બહાર લાવવા અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોલીસે મૃતક પરણિતાના દેહને રાજકોટ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.




