Get The App

સુરેન્દ્રનગરમાં વીજળીનો ખુલ્લો વાયર ટ્રેક્ટરની ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને કાળ ભરખી ગયો

અન્ય 6 મજૂરો પણ વીજળીના કરંટથી દાઝી ગયાના અહેવાલ

Updated: Feb 12th, 2024

GS TEAM


Google News
Google News
સુરેન્દ્રનગરમાં વીજળીનો ખુલ્લો વાયર ટ્રેક્ટરની ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને કાળ ભરખી ગયો 1 - image

image : Pixabay 



Surendranagar Accident news | સુરેન્દ્રનગરથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ મળી રહ્યા છે. અહીં બુબવાણા ખાતે વીજળીનો લટકતો વાયર ટ્રેક્ટર ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને જોરદાર કરંટ લાગ્યો હોવાની ઘટના બની. જેમાં ત્રણેયના મોતના અહેવાલ છે. આ ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે. 

6 મજૂરો દાઝી ગયાના અહેવાલ 

જોકે અન્ય 6 મજૂરોને પણ જોરદાર ઝટકો વાગ્યો હતો જેના લીધે તેઓ દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવાની સાથે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘાયલોને વિરમગામ ખાતે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. 

સુરેન્દ્રનગરમાં વીજળીનો ખુલ્લો વાયર ટ્રેક્ટરની ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને કાળ ભરખી ગયો 2 - image

Tags :