ચોટીલા ડાક બંગલાની મરામત કરાવી જાળવણી કરવા રજૂઆત
- ડાક બંગલો આઝાદી સમયનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે
ચોટીલા : ચોટીલા નગર પાલિકા ગ્રાઉન્ડમાં આવેલ જુના પંચાયત બિલ્ડીંગ એવા ડાક બંગલા ની મરામત કરી યોગ્ય જાળવણી કરવા મુખ્યમંત્રી ને પત્ર લખી ને રજૂઆત કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા પંથકનાં જુની પેઢીના અગ્રણી મોહનભાઇ ડાભીએ મુખ્ય મંત્રી લોક દરબારમાં ચોટીલા પાલિકા ગ્રાઉન્ડમાં આવેલ બ્રિટસ સમયનાં ડાક બંગલા બિલ્ડીંગ ની યોગ્ય મરામત કરાવી ઐતિહાસિક ઇમારત તરીકે તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે આ બિલ્ડિંગ ભવ્ય ઇતિહાસ ધરાવે છે બ્રિટશ રાજાનાં સમયે ડાક બંગલા તરીકે આ કચેરીનો ઉપયોગ થતો તેમજ ત્યારબાદ પ્રથમ સધરાઇ ઘર અહીંયા સ્થાપિત થયેલ પ્રથમ પ્રમુખ અને નગરનો ભવ્ય સામાજીક, અને નગર નિયોજનનો ભવ્ય ઇતિહાસ અહીંયા સમાયેલો છે
પ્રથમ મુખ્યમંત્રી, સૌરાષ્ટ્રનાં આઝાદી સમયના અનેક લડવૈયા અને ચોટીલાનાં રાજ પરિવાર અને સુધરાઇનાં જુની પેઢીના આગેવાનો આજ બિલ્ડીંગમાં બેસી મસલતો કરેલ છે.
ભવ્ય રાજકીય વારસાની યાદ રૂપ અને ચોટીલાનાં વિકાસના પ્રથમ પગરવ આ ઇમારત માંથી ઉવેલ છે આ પુરાતન ઇમારત હાલ ભંગારવાડામાં ફેરવાયેલ છે. અને લાંબો વખત આવું રહેશે તો જર્જરીત બની જશે તો વહેલી તકે જાગૃતતા દાખવી તેની યોગ્ય મરામત અને યોગ્ય જાળવણી અને દેખરેખ સાથે ચોટીલાના હેરીટેજ બિલ્ડીંગ સમુ બનાવાય તેવી માંગ કરાઈ છે.