Get The App

પાટડીના ખારાગોડા ગામે બંધ મકાનમાંથી 1.5 લાખની તસ્કરી

- પરિવાર લગ્નપ્રસંગે રાજસ્થાન ગયો ને પાછળથી બંધ ઘરમાં ચોરો ત્રાટક્યા : રોકડ, દાગીનાની ચોરી

Updated: Jul 8th, 2021

GS TEAM

Google News
Google News
પાટડીના ખારાગોડા ગામે બંધ મકાનમાંથી 1.5 લાખની તસ્કરી 1 - image


પાટડી : પાટડીમાં તાલુકાના ખારાઘોડા(સ્ટેશન) ખાતે રહેતા નસીમબેન મોબીનખાન ઘર બંધ કરી રાજસ્થાન લગ્નપ્રસંગે ગયા હતા ત્યારે તેમના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂા. દોઢલાખની માલમતા ચોરી ગયાની ઘટના બની છે. 

નસીમબેન હજુ રાજસ્થાન પહોંચ્યા જ હતા ત્યાં તેમના ઘરમાં ચોરી થયાની પાડોશીઓએ જાણ કરતા તેમણે પોલીસે ફોન ઉપર જાણ કરી હતી. આથી ઘટના સ્થળે ગયેલી પોલીસ અને નસીમ બેનના સબંધી મોબતખાને તપાસ કરતા ઘરના દરવાજાનો નકુચો તોડી અંદરના રૂમનું બારણાનું તાળુ તોડી તસકરો પ્રવેશ્યા હતા નસીમબેને ફોન ઉપર જણાવ્યા મુજબ તિજોરીમાંથી રોકડા રૂા.૯૦,૦૦૦ તથા સોનાની બુટી, સોનાની વાળી, ચાંદીના છડા વિગેરે મળી કુલ રૂા.દોઢલાખથી વધારેની મતા ચોરી ગયાની જાણ થતા પોલીસ ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Tags :