સરા, તા. 11 જુલાઇ 2020, શનિવાર
મૂળી તાલુકાના સરલાગામે આવેલ ઉ.મા શાળાના આચાર્ય રાકેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિનની ઉજવણીના ભાગરૃપે ધો. ૧૧-૧૨ના વિદ્યાર્થીઓને ધેરબેઠા ઓનલાઇન નિબંધ, વકતૃત્વ, ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વસ્તી વિસ્ફોટ વિશે પોતાના મંતવ્ય સ્પર્ધા થકી રજુ કરેલ હતા જેમા નિબધ સ્પર્ધામા ભુમીબેન ઉદેશા, ટવિંકલ મટુકીયા, કૈલાશ રાઠોડ. વકતૃત્વમાં ભુમિ રોલેશિયા અને પ્રકાશ ડેરવાડીયા, ચિત્ર અંજના રોલેશીયા, તૃપ્તિ અગણેશિયા, રેખા વાધેલાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ધરે જઇને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરેલ હતા. શાળાના શિક્ષક વારિષભટ્ટાએ જણાવ્યામુજબ બાળકોમા અંદર રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ થાય તેવા આશય થકી વિર્શ્વ વસ્તી દિન નિમીતે ઓનલાઇન સ્પર્ધાનુ આયોજન કરી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરવા પ્રેરાઇ તેવા પ્રયત્નો કરેલ હતા.


