Get The App

જિલ્લાના ખેડૂતોને બાગાયતી ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા અનુરોધ

- ખેતીવાડી વિભાગે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂક્યું

- ખેડૂતોએ યોજનાનો લાભ લેવા માટે તા. ૧૫મે સુધીમાં અરજી કરવાની રહેશે

Updated: Apr 15th, 2021

GS TEAM


Google News
Google News
જિલ્લાના ખેડૂતોને બાગાયતી ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા અનુરોધ 1 - image


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના નાયબ બાયાફત નિયામાકની એક યાદીમાં જણાવ્યા મુજબ જીલ્લાભરના બાગાયત પાકોની ખેતી કરતાં ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આગામી ૧૫ મે ૨૦૨૧ સુધી આઈખેડુત પોર્ટલ ખોલવામાં આવ્યું છે.

જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેમ કે ફળપાક વાવેતર,  મીની ટ્રેકટર , ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, રક્ષીત ખેતીમાં નાની નર્સરી, બાગાયતી મશીનરી, શાકભાજી વાવેતર, શાકભાજીમાં કાચા મંડપ, પાકા મંડપ, વેલાવાળા શાકભાજીના પેડલ, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, વોટર સોલ્યુબલ, ખાતર સહિતના ઓનલાઈન અરજી i-khedut.gujarat.gov.in વેબસાઈટ પર કરી શકશે. 

તેમજ ઓનલાઈન અરજી ઈ-ધરા કેન્દ્ર, સાયબર કાફે પરથી પણ કરાશી શકાશે ઓનલાઈન અરજી કર્યા બાદ  અરજીની નકલ જરૂરી કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, બ્લોક નં.સી, બીજોમાળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ ખાતે આપવાની રહેશે.

Tags :