Get The App

ઝાલાવાડમાં સતત 2 દિવસે પણ વરસાદ

Updated: Jun 6th, 2020

GS TEAM

Google News
Google News
ઝાલાવાડમાં સતત 2 દિવસે પણ વરસાદ 1 - image


સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગાધ્રા, પાટડી, સાયલા, તા.6 જૂન 2020, શનિવાર

સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવારણણમાં પલટો આવ્યો છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં સતત બે દિવસથી ભારે પવન સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે બીજે દિવસે પણ સમગ્ર જીલ્લામાં મેઘમહેર યથાવત રહી હતી અને બપોર બાદ પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયુ હતુ.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજયમાં અરબી સમુદ્રમાં ડીપ્રેશન અને વાવાજોડાની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજા દિવસે પણ સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર તેમજ વઢવાણ સહિતના શહેરી વિસ્તારો ઉપરાંત જીલ્લાના મુળી,લખતર,સાયલા,લીંબડી,ચુડા, ધ્રાંગાધ્રા, પાટડી સહિતના તાલુકાનઓમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરી વિસ્તારમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ જતાં પાલિકા તંત્રની પોલ ખુલ્લી પડી હતી અને પ્રીમોનસુન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાનું બહાર આવ્યું હતું તેમજ વરસાદી પાણી ભરાઈ રહેતાં વાહનચાલકો સહિત લોકોને હાલાકી પડી હતી.

Tags :