માથક ગામની સીમમાં દારૂનું કટિંગ દરમિયાન પોલીસ ત્રાટકીઃ 190 પેટી ઇંગ્લિશ દારૂ ઝડપાયો
- ટ્રક, ઇકોકાર, બાઈક, ટેમ્પો સહીત કુલ 20.83 લાખનો મુદ્દામાલ કબજે, 1 બુટલેગર ઝડપાયો, 6 ફરાર
હળવદ, તા 22 નવેમ્બર 2019, શુક્રવાર
હળવદ તાલુકાના માથક ગામ પાસે દારૂનું મોટું કટીંગ થવાનું છે તેવી બાતમી મળી હતી જેથી કરીને હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા માથક ગામની સીમમાં દારૂની રેડ કરવામાં આવી હતી.આ સમયે બુટલેગરોમાં નાશભાગ મચી ગઇ હતી,
હળવદ પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માથક ગામની સીમમાં વિસાવાવની તલાવડી ચૂંપણી ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર ટ્રકમાં સિમેન્ટ દાબડાનીચે દારૂ સંતાડીને તેનુ દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસે રેડ કરતાં ઘટનાસ્થળેથી 9.12 લાખની કિંમતનો 2280 બોટલ દારૂ મળી આવ્યો હતો આ ઉપરાંત ઘટના સ્થળેથી એક ટ્રક, એક મેટાડોર, એક ઈકોગાડી તેમજ મોટરસાયકલ એમ કુલ મળીને ચાર વાહનો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ સહિતનો 20.83 લાખનો મુદામાલ કબજે કરીને પંજાબના તરનતારા જીલ્લાના તલવાંડી ગામના રહેવાસી રેશમસિંઘ તહેલસિંઘ જાટ (ઉ.30)ની ધરપકડ કરેલી છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
પોલીસને જોઈને જયપ્રકાશ કમલભાઈ શર્મા, વિકીભાઇ, ધવલ નરેન્દ્ર શુકલ, અજય રૂડાભાઈ, સિકંદર રહે. ધાંગધ્રા તથા જતીન પટેલ ઘટના સ્થળેથી નાસી જતા પોલીસે તેની સામે ગુનો નોંધીને આ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત દારૂનો જથ્થો કોણ મોકલાવ્યો હતો અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.