સસ્તા અનાજની દુકાનના સંચાલકને તાત્કાલિક હટાવવા લોકોની માગણી
- ૫૦૦ થી વધુ લોકોએ ઉપવાસ કરી પુરવઠા મંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા, દુકાનને તાળાં મારી દીધા
હળવદ, તા. 24 જુલાઇ 2020, શુક્રવાર
હળવદ તાલુકાના રાણેકપર ગામના લોકો પોતાની માંગ સાથે બે દિવસથી ઉપવાસ પર બેઠા છે.ગ્રામજનોની માંગ છે કે સસ્તા અનાજની દુકાન સંચાલકને તાત્કાલિક કાયમી ધોરણે હટાવવામાં આવે તેવી માંગણી છે.
બે દિવસથી રાણેકપર ગામના તમામ પરિવારોએ અન્ન પુરવઠા મંત્રીને પોતાની વેદના પોસ્ટ કાર્ડ લખી જણાવી હતી. શાકભાજીવાળા, અનાજ કરીયાણાની દુકાનવાળા સહિત ગામના તમામ ધંધાર્થીઓએ ટપાલ લખી વ્યથા જણાવી હતી. સસ્તા અનાજના પરવાનેદાર મનીષભાઈ પટેલ સામે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.
જિલ્લા પુરવઠા અધિકારી એ સસ્પેન્ડનો ઓર્ડર કર્યો છે પરંતુ ગ્રામજનો દ્વારા કાયમી ધોરણે સસ્તા અનાજ સંચાલકને બદલાવા માંગણી કરી છે, જ્યાં સુધી ન બદલાવાય ત્યાં સુધી દુકાનને તાળાબંધી અને ઉપવાસ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
અનેક વાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી યોગ્ય કાર્યવાહી ન થતા પ૦૦ થી વધુ ગ્રામજનો ઉપવાસ પર ઉતર્યા છે અને જ્યાં સુધી સંચલક બદલાય નહીં ત્યાં સુધી દુકાનને તાળાબંધી રહેશે.