Get The App

પાટડીના બજાણા રોડ 52 વર્ષોથી રસ્તો જ ન બનાવાતા લોકોને હાલાકી

- ચોમાસુ આવી ગયું ને રોડ પર પાણી ભરાઈ ગયા : લોકોએ કરલી લોકફાળાની ઓફરની પણ તંત્રને પડી નથી

Updated: Jun 8th, 2020

GS TEAM

Google News
Google News
પાટડીના બજાણા રોડ 52 વર્ષોથી રસ્તો જ ન બનાવાતા લોકોને હાલાકી 1 - image


પાટડી, તા.8 જૂન 2020, સોમવાર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરી વિસ્તારમાં અમુક જગ્યાએ તંત્ર દ્વારા રસ્તાઓ બનાવવામાં આવેલા નહિં હોવાથી તાજેતરમાં પડી રહેલ વરસાદને કારણે ખાડાઓમાં પાણી ભરાઈ રહેતાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાઈ રહ્યું છે જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડીના બજાણા રોડ પર દશામાના મંદિર સામે રૃદ્રાક્ષ સોસાયટી આવેલ છે જ્યાં તંત્ર દ્વારા રોડ બનાવવામાં ન આવ્યાં હોવાથી દર વર્ષે વરસાદમાં પાણી ભરાઈ રહેતાં અહિં ગંદકીનું સામ્રાજ્ય સર્જાય છે જે અંગે સ્થાનિક રહિશોએ અનેક વખત પાલીકા તંત્રને રોડ બનાવવા રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં પણ સામાન્ય વરસાદ પડતાં સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં અને આ અંગે સોસાયટીના રહિશો ચીફ ઓફીસરને રજુઆત કરવા ગયાં ત્યારે ચીફ ઓફીસરે ખાનગી સોસાયટીમાં રોડ બનાવવાની જવાબદારી જે તે બિલ્ડરની હોય છે તેમ જણાવ્યું હતું આથી સોસાયટીના રહિશોએ પાટડીમાં બનાવેલ અનેક સોસાયટીઓમાં પાલીકા તંત્ર દ્વારા રસ્તાઓ બનાવાયા છે તે મુજબ લોકફાળો ભરવાનો થાય તે ભરવાની તૈયારી પણ બતાવી હતી પરંતુ પાલીકા તંત્રએ આ સોસાયટીમાં રોડ બનાવવાની કોઈ જ ખાત્રી આપી નહોતી આમ સોસાયટીના રહિશોને પાકા રસ્તા વગર ખુબ જ હાલાકી પડી રહી છે. 

છેલ્લા એક વર્ષથી આ અંગે બિલ્ડર, ચીફ ઓફીસર સહિત પાલિકા તંત્રને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક રસ્તાઓ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.

Tags :