Get The App

પર્સ ચોરાયાની પાલડીની મહિલાની રાવથી એસટી બસને પોલીસ સ્ટેશન લવાઈ

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
પર્સ ચોરાયાની પાલડીની મહિલાની રાવથી એસટી બસને પોલીસ સ્ટેશન લવાઈ 1 - image


- રોકડા 3,500 સહિતના અગત્યના ડોક્યુમેન્ટ ગુમ

- દહેગામ રાજકોટ જતી બસમાં સવાર મહિલાએ કન્ડક્ટરને જાણ કરતાં સોયલા પોલીસ સ્ટેશને લઈ ગયો

સાયલા : દહેગામ રાજકોટ જતી બસમાંથી એક મહિલાના પર્સમાંથી ૩,૫૦૦ રૂપિયા રોકડા સહિતની વસ્તુઓ ચાલુ બસમાંથી ચોરી થતાં એસટી બસને સાયલા પોલીસ સ્ટેશનને લાવવામાં આવી હતી.

પાલડીથી રાજકોટ જવા માટે કોકીલાબેન સોલંકી દહેગામ રાજકોટની બસમાં સવાર હતા. તેઓ લીંબડી પાસે એક હોટેલે પહોંચતા તેમને ખબર પડી કે પર્સમાંથી ૩,૫૦૦ રૂપિયા રોકડા તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ અન્ય બેંકોના બે એટીએમ સહિતની વસ્તુઓ ગુમ થઈ છે જેથી તેઓ રડવા લાગ્યા અને કંડક્ટરને આ બાબતની જાણ કરી હતી. કંડકટર દ્વારા એ બસને સાયલા પોલીસ મથકે લાવવામાં આવી ત્યાં તમામ પેસેન્જરના સામાન ચીજ વસ્તુઓને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અંતે મહિલા દ્વારા જણાવવામાં આવેલ રૂપિયા સહિતની કોઈપણ વસ્તુઓ ન મળી આવતા બસને જવા દેવામાં આવી હતી.

Tags :