Get The App

ઓનલાઈન મતદાર જાગૃતિ ચિત્રસ્પર્ધા યોજાઈ : વિજેતાઓને ઈનામો અપાયાં

- લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે

- અંડર-૧૪ અને અંડર-૧૮ માટે યોજાયેલી આ સ્પર્ધામાં અધિકારીઓએ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા

Updated: Oct 30th, 2020

GS TEAM


Google News
Google News
ઓનલાઈન મતદાર જાગૃતિ ચિત્રસ્પર્ધા યોજાઈ : વિજેતાઓને ઈનામો અપાયાં 1 - image


સુરેન્દ્રનગર, લીંબડી, તા. 30 ઓકટોબર, 2020, શુક્રવાર

લીંબડી વિધાનસભાની પેટા ચુંટણીને ધ્યાને લઈ ભારે રસાકસી જોવા મળી રહી છે અને આગામી તા.૩ નવેમ્બરના રોજ પેટા ચુંટણી યોજાનાર છે જે અંતર્ગત મતદારોને ચુંટણી પ્રક્રિયાનું પધ્ધતિસરનું માર્ગદર્શન મળી રહે અને કોરોના સંક્રમણની સ્થિતિમાં પણ સાવચેતીપૂર્વક વધુમાં વધુ મતદાન થાય તે માટે SVEEP અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર તેમજ ચુંટણી અધિકારી તથા નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની સુચના અને માર્ગદર્શન દ્વારા મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

જેમાં સુરક્ષીત મતદાન વધે તે માટે ખુબ પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં જેમાં ઓનલાઈન મતદાર જાગૃતિ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ મતદાર જાગૃતિ અંગેના ચિત્રો તૈયાર કર્યા હતાં. આ ચિત્રોમાંથી તજજ્ઞાો દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યાં હતાં અને સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકોમાં અંડર-૧૪ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે દેવપરા પ્રાથમિક શાળાના સતીષ જયંતીભાઈ રોકીયા, દ્વિતીય ક્રમે મોડેલ સ્કુલ ગોખરવાડા (કેજીબીવી) ખાંડીયાના યશ્વી વનાણી અને તૃતીય ક્રમાક પર દિપ્તીબેન સતાપરાને વિજેતા જાહેર કર્યા હતાં તેમજ અંડર-૧૮ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે સાયલા સાર્વજનિક હાઈસ્કૂલના રાહુલ રાઠોડ, દ્વિતીય ક્રમે જે.ડી.કોઠારી માધ્યમીક શાળાના ભવાનીસિંહ બારડ અને તૃતીય ક્રમે સાયલા સાર્વજનિક હાઈસ્કૂલના સંજયભાઈ પીઠવાને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. આ તમામ વિજેતાઓને નોડલ અધિકારી SVEEP અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર કે.રાજેશ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ભરત જોષી, નોડલ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સહિતનાઓએ ભારે જાહેમત ઉઠાવી હતી.

Tags :