Get The App

સુરેન્દ્રનગર આરટીઓમાં કામ માટે ઓનલાઇન એપોઇમેન્ટની પ્રક્રિયા શરૃ

- ઓનલાઇન અરજીના આધારે વાહન અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની કામગીરી થઇ શકશે

Updated: Jun 3rd, 2020

GS TEAM


Google News
Google News
સુરેન્દ્રનગર આરટીઓમાં કામ માટે ઓનલાઇન એપોઇમેન્ટની પ્રક્રિયા શરૃ 1 - image


સુરેન્દ્રનગર, તા. 2 જુન, 2020, બુધવાર

સુરેન્દ્રનગર જિલ્લાની એઆરટીઓ કચેરી દ્વારા અરજદારો માટે સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન અને ડ્રાઈવીંગ લાયસન્સ સબંધિત નોન ફેશલેસ સેવાઓ માટે ઓનલાઈન અપોઈન્મેન્ટ મેળવવાની કાર્યપધ્ધતિ ગત તા.૧લી જુનથી શરૃ કરવામાં આવી છે.


જે અંતર્ગત અરજદારોએ તેમની વાહન અને ડ્રાઈવીંગ લાયસન્સ સબંધિત નોંધ ફેશલેસ સેવાઓ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ આ સેવાઓમાં ડ્રાઈવીંગ ટેસ્ટ, લાયસન્સના સરનામામાં ફેરફાર, ઈન્ટરનેશનલ ડ્રાઈવીંગ લાયસન્સ પરમીટ, ભયજનક મટીરીયલનું વહન, ડ્રાઈવીંગ લાયસન્સનું એન્ડોસમેન્ટ, ડ્રાઈવીંગ લાયસન્સમાં જન્મ તારીખમાં ફરેફાર, લાયસન્સનો વર્ગ સરન્ડર કરવો તથા વિદેશી નાગરિકોને લાયસન્સ ઈસ્યુ કરવું ઉપરાંત વાહનની માલીકીમાં ફરેફાર, સરનામામાં ફેરફાર, બોજો દાખલ કરવો, વાહનની પુનઃ નોંધણી કરવી, વ્હીકલમાં ફેરફાર કરવો, અન્ય રાજ્ય માટે એનઓસી ઈસ્યુ કરવી તથા એચએસઆરપી ફીટમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ સર્વિસ મેળવવા ઈચ્છતા અરજદારોએ વેબસાઈટ https:/parivahan.gov.in/parivahan/ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઉપરાંત ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવ્યા વગર પણ આરટીઓ ખાતે ફીટનેશનું રીન્યુઅલ, વાહનમાં હેતુફેર, રાજ્યના વાહનોની માલીકીમાં ફેરફાર અને નોંધણી, રજીસ્ટ્રેશન કરવું, નવી પરમીટ, આરસી ડુપ્લીકેટ અને રીન્યુઆલ, ડ્રાઈવીંગ લાયસન્સનું રીટેસ્ટ અને રજીસ્ટ્રેશન સહિતની સેવાઓ પણ આપવામાં આવી રહી છે જેનો લાભ લેવાં સુરેન્દ્રનગર સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.


Tags :