mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મોરબી પાલિકા ગૌવંશને સાચવવામાં નિષ્ફળ નંદીઘરમાંથી બીજી જગ્યાએ ખસેડાયા

Updated: May 22nd, 2023

મોરબી નગરપાલિકા હસ્તકના નંદીઘર-ગૌશાળામાં રાખેલ પશુઓને અન્ય ગૌશાળામાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે .

પાલિકાની તિજોરી તળિયા ઝાટક: ખર્ચનું ભારણ ઘટાડવા કવાયત

મોરબી પાલિકા ગૌવંશને સાચવવામાં નિષ્ફળ નંદીઘરમાંથી બીજી જગ્યાએ ખસેડાયા 1 - image


- હાલ નંદીઘર-ગૌશાળામાં રહેલા 600 થી વધુ ગૌવંશને 10 જેટલી અન્ય ગૌશાળામાં ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

મોરબી : મોરબી નગરપાલિકાની તિજોરી પણ તળિયાઝાટક બની ગઈ છે. અને સ્થિતિ એવી આવી ગઈ છે કે નગરપાલિકાએ જે રખડતા ઢોર પકડયા હોય તે પશુના નિભાવ કરી શકવા પણ હવે તંત્ર સક્ષમ રહ્યું નથી .જેથી નગરપાલિકા હસ્તકના નંદીઘર-ગૌશાળામાં રાખેલ પશુઓને અન્ય ગૌશાળામાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે 

મોરબી નગરપાલિકા દ્વારા લોકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે આવા ઢોરને પકડીને પંચાસર રોડ પર નંદીઘર બનાવ્યું હતું જ્યાં પશુઓને રાખવામાં આવતા હતા અને પાલિકા તંત્ર દ્વારા જ તે પશુઓનો નિભાવ કરવામાં આવતો હતો જોકે નગરપાલિકા પાસે હવે નાણા જ બચ્યા નથી જેથી ખર્ચનું ભારણ ઘટાડવા માટે નંદીઘરમાંથી ગૌવંશને અન્ય ગૌશાળામાં ખસેડવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે હાલ નંદીઘરમાં ૬૦૦ થી વધુ ગૌવંશ રહેલ હોય જેને ૧૦ જેટલી ગૌશાળામાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

આ મામલે નગરપાલિકાના વહીવટદાર એન કે મુછારે  જણાવ્યું હતું કે નંદીઘરમાં આશ્રય લેતા ગૌવંશને વિવિધ ગૌશાળામાં મોકલવાનું શરુ કરાયું છે.નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં પશુઓના નિભાવ અત્યાર સુધી કરવામાં આવતા હતા. જોકે પશુઓની સારી સંભાળ લેવા માટે નિષ્ણાંતોની ટીમ જરૂરી હોય છે .જેથી વિવિધ ગૌશાળામાં પશુને શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સરકારની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સંસ્થાઓને સહાય મળતી હોય છે.નગરપાલિકા વિકાસકાર્યોમાં ધ્યાન આપી સકે તેવા હેતુથી નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું .આમ વહીવટદારે પણ આડકતરી રીતે સ્વીકારી લીધું કે પાલિકા તંત્ર પશુનો સારો નિભાવ કરી શકે તેમ નથી. આ અંગે ચર્ચાઓ ચાલી છે.

Gujarat