વિરમગામ ગામમાં કોરોનાના કેસ વધતા 7 દિવસ સુધી દુકાનો બંધ રહેશે
- વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો
- કોરાનાનું સંક્રમણ અટકાવવા તા. ૯/૬ થી સાત દિવસ સુધી તમામ વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય
વિરમગામ, તા. 7 જૂન 2020, રવિવાર
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનાં દિન-પ્રતિદિન કોરાના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યા છે. વિરમગામ શહેરમાં ૨૨થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે પાંચ વ્યક્તિનો મોત થઇ ચૂક્યા છે.
અનલોકડાઉન-૧ મુજબ શહેરમાંથી તમામ ધંધા-રોજગાર ચાલુ થઇ ગયા છે જ્યારે વિરમગામ શહેરના ટાવરરોડ વેપારી એસોસીએશન, કાપડ બજાર એસોસીએશન દ્વારા જાહેરમાં બોર્ડ મૂકી જણાવ્યું છે કે કોરાના સંક્રમણને રોકવા માટે વિરમગામ શહેરનાં તમામ વેપારી એસોસીએશન તરફથી તા. ૯/૬/૨૦૨૦ને મંગળવારથી સાત દિવસ સુધી વેપારીઓ સ્વૈચ્છીક પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે.
દરેક વહેપારીઓ જોડાઇને સાથ સહકાર આપવા જણાવ્યું છે.