વિરમગામમાં નાયબ મામલતદાર સહિત સાણંદમાં 9 વ્યક્તિઓ કોરોનાની ઝપટે
- શહેર તાલુકામાં એક સાથે 9 કેસ નોંધાતા ફફડાટ
- મહેશ્વરી સોસાયટીના મકાનમાં પતિ- પત્ની કોરોનામાં સપડાયા
સાણંદ, તા. 7 જૂન 2020, રવિવાર
સાણંદ તાલુકા મા આજે નવ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં સાણંદ શહેરમાં ચાર જેમાં એક વિરમગામ ના નાયબ મામલતદાર છે અને ગ્રામ્ય વિસ્તાર મા પાંચ કેસ આવ્યા છે. આ સાથે કુલ કેસ ની સંખ્યા ૬૮ થવા પામીછે. આટલા કેસો વધતા તંત્ર ની મુશ્કેલી ઓ વધી છે. અનલોક રાખવું કે લોક કરવું અને લોક કરવું તો કઈ રીતે કરવું અને લોકો ની દુવિધા વધી છે કે સતત કેસો વધતા જય છે બહાર નીકળવું કે નહિ.
કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થતા તંત્રને ચિંતા
સાણંદ ના મોચી બજાર વિસ્તારમાં ૫૨ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે.મહેશ્વરી સોસાયટીમાં ૪૭ અને ૪૨ વર્ષીય પતિ પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાણંદની કુમકુમ સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય પુરુષ જેઓ નાયબ મામલતદાર તરીકે વિરમગામમાં ફરજ બજાવે છે જેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંપર્કમાં આવેલ ૧૩ લોકોને કોરેન્ટાઇન કરાયા છે. નિધરાડ ગામે ૧૫ અને ૨૧ વર્ષીય બે યુવકો તેમજ ૧૭ વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે.
હાલ ૧૬ જેટલાં લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છેસાણંદ તાલુકાના ઉપરદળ ગામે પરિવાર સાથે રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે વૃદ્વના સંપર્કમાં આવેલ ૬ લોકોને કોરેન્ટાઇન કરાયા છે. શેલાના સત્યમ બંગલોમાં રહેતા ૪૯ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવતા ૨ લોકોને કોરેન્ટાઇન કરાયા છે. તમામ વિસ્તારને સનેટાઇઝ કરાયા છે અને કંટાઇમેન્ટ ઝોનમા મુકવામા આવ્યા છે.