વિરમગામમાં ટ્રાફિકને અડચણરૂપ 21 લારીઓ જપ્ત કરવામાં આવી
- સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ સહિત
વિરમગામ, તા.15 જુલાઈ 2020, બુધવાર
વિરમગામ શહેરમાં કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે. દિવસે દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આંકડો ૧૦૦ને પાર થઈ ચુક્યો છે તેમ છતાં શહેરીજનો દ્વારા નિયમોનું પાલન કરાતું નથી ત્યારે વિરમગામ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતાં તેમજ ટ્રાફિકને અડચણરૃપ વેપાર કરતાં આસામીઓ સામે લાલ આંખ કરી ૨૦થી વધુ લારી જપ્ત કરી હતી.
પોલીસે તમામ વિરૃદ્ધ કાર્યવાહી કરી
વિરમગામ શહેરમાં જાણે કોરોના વાયરસ ચેપીરોગ નાબુદ થઈ ગયો હોય તેમ નગરજનો માસ્ક વિના અને સોશ્યલ ડીસ્ટન્સિંગ જાળવ્યા વગર ફરી રહ્યા છે. ખાસ કરીને શાકભાજી, ફ્રૂટની લારી, કટલરી વેચાણ કરનાર વેપારીઓ દ્વારા સરકારની ગાઈડ લાઈનનું પાલન ન કરાતું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારે થોડા દિવસ પહેલાં વિરમગામ શહેરમાંથી પોલીસ દ્વારા ૩૦ લારીઓ જપ્ત કરવામાં આવી હતી. આજે ટાવર પાસેથી વધુ ૨૧ લારીઓ જપ્ત કરવામાં આવી હતી.
અને તમામ લારીઓ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી.
બાદમાં તમામની વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.