Get The App

બેરણા ચોકડી પાસે ટ્રેલરમાં પાવડરની આડમાં લવાતો રૂ. 47.54 લાખનો દારૂ ઝડપાયો

Updated: Jun 26th, 2022

GS TEAM

Google News
Google News
બેરણા ચોકડી પાસે ટ્રેલરમાં પાવડરની આડમાં લવાતો રૂ. 47.54 લાખનો દારૂ ઝડપાયો 1 - image

- સાબરકાંઠા એલ.સી.બી.નો સપાટો

- રાજસ્થાનની હોટલ પાસેથી દારૂ ભરેલું ટ્રેલર સુરેન્દ્રનગરના થાનગઢમાં આપવાનું ખુલ્યું : ચાર વ્યક્તિ સામે ફરિયાદ

હિંમતનગર : સાબરકાંઠા એલ.સી.બી.એ બાતમી આધારે હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે ઉપર બેરણા ચોકડી પાસેથી ટ્રેલરમાં પાવડરની આડમાં ભરીને લઈ જવાતો રૂ. ૪૭,પ૪,૧૬૦ની કિંમતનો ૮૩૬૪ બોટલ વિદેશી દારૂ સાથે ચાલકની અટકાયત કરી છે.

 રાજસ્થાનની એક હોટલ પાસેથી સપ્લાયરોએ દારૂ ભરેલું ટ્રેલર આપ્યું હતું અને સુરેન્દ્રનગરના થાનગઢમાં દારૂનો જથ્થો ઉતારવાનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. બનાવ અંગે ગાંભોઈ પોલીસે ૩ ફરાર આરોપીઓ સહિત ૪ જણ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

પોલીસના રથયાત્રાના કારણે સઘન બંદોબસ્તના દાવા વચ્ચે રાજસ્થાનથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ભરીને નિકળેલું ટ્રેલર શામળાજી પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થઈ સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશ્યું હતું ત્યારે એલ.સી.બી. પી.આઈ., એમ.ડી.ચંપાવતને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રેલર શામળાજી તરફથી સાબરકાંઠા જિલ્લામાં થઈ અમદાવાદ તરફ જવાનું છે. 

જેથી બાતમીના આધારે આગીયોલ-બેરણા ચોકડી ખાતે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી આધારીત ટ્રેલર આવતાં તેને થોભાવી તલાશી હાથ ધરતાં સોડાફેલોસ્પર પાવડર ભરેલા કોથળાની આડમાં સંતાડેલી ૬૯૭ પેટી વિદેશી દારૂ મળી આવતાં પોલીસે ટ્રકચાલક મનિષકુમાર ગીરધારીસિંહ નાથુરામ ઝાંખડ(જાટ) (રહે.સાંખું, દરવાજા મહોલ્લા, તા.લક્ષ્મણગઢ, જિ.સીકર, રાજસ્થાન)ની અટકાયત કરી છે તેમજ પાવડરની આડમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરી આપનારા અન્ય ૩ આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

પોલીસે 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે કોરોના કાળ પછી સૌથી વધુ રકમનો વિદેશી દારૂ ભરેલું ટ્રેલર ઝડપ્યું છે. પોલીસ દ્વારા રૂપિયા ૪૭,પ૪,૧૬૦નો ૮૩૬૪ બોટલ વિદેશી દારૂ, ચાલક પાસેથી રૂ પ૦૦૦ની કિંમતનો મોબાઈલ, રૂ ૧૦ લાખની કિંમતનું ટ્રેલર, રૂ પ૦૦૦ કિંમતની તાડપત્રી તથા રર૮ થેલી પાવડર કિંમત રૂ પ૧,૯૦૦ મળી કુલ રુ પ૮,૧૬,૦૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

અન્ય આરોપી

કિશોર જાટ, રહે.બલારા બસ સ્ટેન્ડ પાસે, તા.લક્ષ્મણગઢ, જિ.સીકર

(પકડવાનો બાકી)