હળવદના રણકાંઠા વિસ્તારમાં વરસાદથી અગરોમાં પાણી ભરાયાં
- ટીકર રણમાં અનેક જગ્યાએ અગરોમાં પાણી ભરાતાં મહામહેનતે પકવેલા મીઠાને નુકસાન
હળવદ, તા.6 જૂન 2020, શનિવાર
હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદનુ આગમન થયુ હતુ, ભારે વરસાદને પગલે ટીકરના નાના રણમા મીઠાના અગરોમા પાણી ભરાઈ જતા અગરીયાઓ મોટી નુકસાની વેઠવી પડી હતી.
હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં ટીકરના રણમાં વરસાદી પાણી આવી જતા તૈયાર મીઠાના અગર માં વરસાદનુ પાણી આવતા મોટુ નુકસાન અગરીયાઓનુ થયુ છે, અગરીયાઓનુ મોટા પ્રમાણમાં મીઢું પાણીમાં તણાઈ જતા મોટુ નુકસાનની ભાતિ સેવાઈ રહી છે,માડ માડં કરી પેટે પાટા બાંધી કાળઝાળ ગરમી કાળી મજુરી કરી મહા મહેનતે અગરીયાઓ ધમધખેતા તાપમાં મીઠુ પકવે છે, સીઝનનુ તૈયાર કરેલા મીઠા ના અગરમાં વરસાદી પાણી ફળી વળતા મીઠા નુ પતન થયુ હતુ, પાણી મીઠાના અગર માં ફળી વળતા અગરીયાઓ નુ મોટા પ્રમાણ નુ મીઠું પાણીમાં તણાઈ જતા મોટી નુકસાની વેઠવી પડી છે, ટીકરના રણમાં મીઠાના અગરમાં પાણી ફરીવળતા અગરીયાઓને ભારે નુકસાની વેઠવી પડશે, સિઝનમા મહામહેનત કરી પકવેલુ મીઠામાં પાણી ફળી વળતા મોમાં આવેલ કોળીયો છીનવાયો રણમા મીઠાના અગરમા વરસાદી પાણી ભરાતા મોટી નુકસાની થવા પામી છે,તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે તેવી અગરીયાઓ ની માંગણી ઉઠવા પામી છે.