Get The App

પાટડીના ખારાઘોડાના રણમાં તંત્રના વાંકે ભરશિયાળે અગરિયા તરસ્યા

- અગરિયાના બાળકોને પાણી માટે રઝળપાટ

- રણમાં તાત્કાલિક ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી પ્રબળ માંગણી ઊઠી

Updated: Nov 22nd, 2020

GS TEAM

Google News
Google News
પાટડીના ખારાઘોડાના રણમાં તંત્રના વાંકે ભરશિયાળે અગરિયા તરસ્યા 1 - image


પાટડી, તા. 22 નવેમ્બર, 2020, રવિવાર

પાટડીના ખારાઘોડાના રણમાં દર વર્ષે ઓક્ટોબર મહિનામાં અગરીયાઓ મીઠું પકવવા માટે જાય છે ત્યારે પોતાની સાથે રાશન, પાણી લઈ જાય છે તેમાં જ તેઓને બે મહિના કાઢવા પડે છે અને દિવાળી પહેલા પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે દિવાળી જતી રહી હોવા છતાં હજુ સુધી રણમાં પીવાનું પાણી ન પહોંચતા અગરીયાઓને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવી રહ્યો છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખારાઘોડાના રણમાં અંદાજે ૩૦૦૦ જેટલાં અગરીયા પરિવારો ઓક્ટોબર માસમાં રણમાં મીઠું પકવવા જાય છે તેઓ રણમાં જાય ત્યારે સાથે લઈ ગયેલા પીવાનું પાણી તેઓને મહિના સુધી ચલાવવું પડે છે અને શરૂઆતના મહિનામાં જ ગારા, માટીમાં કામ કરવાનું હોય છે છતાં હાથપગ ધોવા, નહાવા માટે તેમજ પીવા કે રસોઈ બનાવવા માટે પણ ખુબ જ સાવચેતી પૂર્વક કરકસર કરી પાણી વાપરવું પડે છે. જ્યારે દર વર્ષે પાણી પુરવઠા વિભાગ દ્વારા દિવાળી પહેલા રણમાં ટેન્કરો દ્વારા પીવાનું પાણી પહોંચાડાય છે પરંતુ હાલમાં દિવાળી ગયાને ૧૦ દિવસ જેટલો સમય વિતવા છતાંય પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં પીવાનું પાણી પહોંચાડવાની કોઈ જ હિલચાલ કરવામાં આવી નથી અને શરૂઆતમાં મીઠું પકવવા માટે આખો દિવસ મહેનત કરવી પડે છે જેથી પાણી શોધવા રઝળવું પડે તો મીઠું પકવવાનું કામ પણ થતું નથી અને પરિણામે ઓછું મીઠું પાકે છે આથી અગરીયાઓના બાળકોમાં પણ નાનપણથી જ સમજણ આવી ચુકી છે અને માતા-પિતા માટે પીવાનું પાણી શોધતા જણાઈ આવે છે.

જ્યારે આ અંગે સરકારી ઓફીસોમાં બેસી ડીજાસ્ટરમેન્ટની વાતો કરતાં અધિકારીઓમાં કોઈ જ ગંભીરતા જોવા મળતી નથી અને કચેરીમાં ફોન કરે ત્યારે આરો પાણીની બોટલો આવી જાય છે તેમજ કોઈ સરકારી કાર્યક્રમોમાં કે મેળાવડા હોય ત્યાં પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ રણમાં કામ કરતાં અગરીયાઓની વેદના કોઈને સમજાતી નથી હાલ કોરોનાને લઈને સ્કૂલો બંધ હોવાથી અગરીયાઓ પોતાના બાળકોને પણ સાથે રણમાં લઈ ગયા છે ત્યારે મીઠાના કામમાં મજુરી કરતાં માતા-પિતાને બાળકો પાણી શોધી લાવી મદદરૂપ થાય છે અને રણમાં પીવાનું પાણી ભરવા જાય છે. 

જ્યારે આ અંગે અગરીયાઓની રજુઆત છે કે તંત્ર અને સરકાર દ્વારા રણમાં વહેલી તકે પીવાના પાણીના ટેન્કરો શરૂ કરવામાં આવે અને પીવાના પાણી માટે કરવી પડતી રઝળપાટ બંધ થાય તે માટે વ્યવસ્થા કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.

Tags :