Get The App

સુરેન્દ્રનગર-વઢવાણમાં માત્ર 24 કલાકમાં જ કોરોના પોઝિટિવના 10 કેસ મળ્યા

- સુરેન્દ્રનગરમાં 8, વઢવાણ અને પાટડીમાં એક-એક કેસ નોંધાયા : જિલ્લામાં કોરોનાનો કુલ આંક 108

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર-વઢવાણમાં માત્ર 24 કલાકમાં જ કોરોના પોઝિટિવના 10 કેસ મળ્યા 1 - image


સુરેન્દ્રનગર, પાટડી, તા.23 જૂન 2020, મંગળવાર

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે આરોગ્ય વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં કુલ પાંચ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેમાં વઢવાણ શીયાણીપોળ દરવાજા વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની યુવતી સહિત સુરેન્દ્રનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રહેતાં ચાર વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેમાં શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતાં ૫૩ વર્ષના સુરેશભાઈ શીવાભાઈ વાઘેલા, આંબેડકર નગરમાં રહેતાં ૫૦ વર્ષના જીતુભાઈ લાલજીભાઈ, સોનાપુર રોડ પર રહેતી ૪૦ વર્ષની મહિલા રશ્મીબેન વિપુલભાઈ, નવા જંકશન રોડ પર આવેલ સરસ્વતિ નગરમાં રહેતાં ૪૯ વર્ષના સુરેશભાઈ રમેશભાઈ દેથલીયા, રતનપર વિસ્તારમાં રહેતાં ૨૩ વર્ષના રાજાભાઈ મનસુખભાઈ પ્રજાપતિ, જુના જંકશન રોડ પર રહેતી ૪૨ વર્ષની મહિલા સમીરાબેન આરીફભાઈ ખલીયાણી અને ૪૬ વર્ષના આરીફભાઈ લતીફભાઈ ખલીયાણી અને પ્રોફેસર સોસાયટીમાં રહેતાં ૪૨ વર્ષના દેવાંગભાઈ થોભણભાઈ પટેલને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત પાટડી શહેરી વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના વૃધ્ધ મહિલા કુંવરબેન સવાભાઈ ખાંભલાને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો. 

જ્યારે તમામ ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૧૦૮ ઉપર પહોંચ્યો હતો જ્યારે શહેરી વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તેમજ આરોગ્ય વિભાગની ટીમે તમામ કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં જઈ ક્વોરન્ટાઈન, સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરી હતી અને આસપાસના વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ બફર ઝોન જાહેર કર્યા હતાં.

Tags :