Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : વધુ બે કેસ નોંધાયા

- જિલ્લામાં કોરોનાના દર્દીઓનો આંક 45 થયો

- શહેરની અંબિકા પાર્ક સોસાયટીનો યુવક અને લીંબડી જાંબુ ગામનો શખ્સ કોરોનાની બીમારીમાં સપડાયા

Updated: Jun 5th, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : વધુ બે કેસ નોંધાયા 1 - image


સુરેન્દ્રનગર, લીંબડી, તા.04 જૂન 2020, ગુરુવાર

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાયા હતાં જેમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત લીંબડી તાલુકાના જાંબુ ગામે બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં શહેરી સહિત જિલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓમાં સતત કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે જિલ્લાના શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતાં.

જેમાં શહેરના દાળમીલ રોડ પર આવેલ અંબિકા સોસાયટીમાં રહેતાં ૨૧ વર્ષના યુવક રાહુલ ધનજીભાઈ સારોલાને કોરોના પોઝીટીવ આવ્યો હતો જેની પ્રાથમીક તપાસમાં લીંબડી ખાતે ખાનગી કંપનીમાં કામ કરતો હોવાનું બહાર આવ્યું. 

આ ઉપરાંત લીંબડી તાલુકાના જાંબુ ગામમાં પણ કોરોના વાયરસનો એક પોઝીટીવ કેસ નોંધાયો હતો જેની પ્રાથમિક તપાસમાં ટ્રાવેલ હિસ્ટ્રી બહારગામની હોવાનું બહાર આવ્યું હતું. આમ સુરેન્દ્રનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જ્યારે બંન્ને દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૪૫ ઉપર પહોંચ્યો હતો.

જ્યારે બે કસો નોંધાયા બાદ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પ્રાંત અધિકારી અનિલભાઈ ગોસ્વામી, ચીફ ઓફીસર સંજયભાઈ પંડયા સહિત છત્રપાલસિંહ ઝાલા તેમજ આરોગ્ય વિભાગની ટીમ તથા સીટી પીઆઈ એ.એચ.ગોરી સહિતનાઓએ કોરોના પોઝીટીવ દર્દીના રહેણાંક વિસ્તારમાં જઈ પરિવારજનો સહિત સંપર્કમાં આવેલ લોકોને કોરન્ટાઈન તેમજ સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરી હતી.

Tags :