Get The App

ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી મળેલી લાશ બાલસાસણ ગામના યુવાનની હોવાનું ખુલ્યું

Updated: Dec 13th, 2022

GS TEAM

Google News
Google News
ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી મળેલી લાશ બાલસાસણ ગામના યુવાનની હોવાનું ખુલ્યું 1 - image


- મૃતકના માતા-પિતાનું આવસાન બાદ એકલવાયું જીવન જીવતો હતો  

- ત્રણ દિવસ અગાઉ ઘરેથી યુવક નિકળી ગયો હતો : માનસિક બિમાર યુવક હોવાનું સામે આવ્યું 

સુરેન્દ્રનગર : લખતર તાલુકાનાં ઢાંકી ગામે એશિયાના સૌથી મોટા પંમ્પીંગ સ્ટેશનમાંથી સોમવારે મળેલી લાશની ઓળખ પોલીસે મેળવી લીધી છે. મૃતક દેત્રોજ તાલુકાના બાલસાસણ ગામનો એકલવાયો અને માનસિક રીતે બિમાર યુવાન હોવાનું ખુલ્યું છે.

ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી છેલ્લા પંદર દિવસમાં ત્રીજી લાશ મળી આવતા ચકચાર મચી છે. સોમવારે પમ્પીંગ સ્ટેશનના એન.સી. ૩૦ના  એચ.આર. ગેટમાંથી અજાણ્યા યવાનની લાશ મળી આવી હતી. લખતર પોલીસે લાશનો કબજો લઈને લખતર સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરાવી તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતક યુવાન દેત્રોજ તાલુકાના બાલસાસણ ગામનો પાંત્રીસ વર્ષનો ભાવેશભાઈ વિષ્ણુભાઈ ઠાકર હોવાનું બહાર આવ્યું છે. મૃતકના માતા-પિતાનું અવસાન થતા એકલવાયું જીવન ગુજારતો હતો. તા.૧૧ ડિસેમ્બરે સવારે ઘરેથી નીકળી ગયેલો આ અપરિણિત યુવાન માનસીક રીતે બિમાર હોવાથી કેનાલમાં ઝંપલાવીને મોત વહાલું કરી લીધાનું પોલીસનું માનવું છે. મૃતકની ઓળખ તેના કાકા ગજેન્દ્રભાઈ હિંમતભાઈ ઠાકરે કરી હતી બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :