- સત્વરે ઉકેલની તંત્રની હૈયાધારણા
- કલેક્ટર કચેરી અને જલ ભવન ખાતે દોડી જઈ માંગણી કરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલામાં વરસાદ ખેંચાયાની સ્થિતી વચ્ચે પાણી ન મળવાની સમસ્યા સામે આવી રહી છે. ત્યારે આ બાબતે છ ગામના ગ્રામજનો સરપંચ સાથે કલેકટર કચેરી અને જલ ભવનમાં રજુઆત કરવા પહોંચ્યા હતા. પ્રશ્ન સત્વરે હલ થઈ જશે તેવી તંત્ર દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી.
જિલ્લાના ચાણપર, ખોલડિયાદ, રામપરા, નળિયા, નવાણિયા અને ટીંબાના પ૦ થી ૬૦ જેટલા ગ્રામજનો ગામના સરપંચો સાથે સુરેન્દ્રનગર રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ ગામોમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી પીવાના પાણી વિકટ સમસ્યા છે.તેમજ છેલ્લા કેટલાંક દિવસોથી પીવાના પાણી ન મળવાના કારણે ગ્રામજનોને વધુ હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે.
આ બાબતે ચાણપર ગ્રામપંચાયતના નેજા હેઠળ નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે.આ બાબતે રજૂઆતકર્તાઓને જવાબદાર અધિકારીઓએ સાંભળ્યા બાદ તેઓનો પ્રશ્ન સત્વરે હલ થઈ જશે તેવી હૈયાધારણા આપી છે.


