મૂળી: પીએસઆઈને બૂટલેગરે ધમકી આપતાં રોષની લાગણી
- અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્રને રજૂઆત
સરા, તા. 02 જુલાઈ 2020, ગુરુવાર
મૂળી પોલીસના ફોજદારને મેસેજ કરીને બૂટલેગરે જોઈ લેવાની ધમકી આપ્યાની ઘટનાને પગલે વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આવા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવાની માગણી ઊઠી છે.
આ ઘટનાને વખોડી કાઢીવેપારી મંડળ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ સહિતના આગેવાનોએ મામલતદારને રજૂઆત કરીને તંત્રનું મનોબળ તોડનારા શખ્સો સામે સખત કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
સરલી ગામના વતની અને દારૂના ગુનામાં પકડાઈ ચૂકેલા પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામ રાણપુરાએ પીએસઆઇને ધમકીભર્યો મેસેજ કરવાની સાથે ગત તા.30ના રોજ મહિલા પીએસઓને પણ ફોન કરીને પરેશાન કરી મૂક્યા હતાં. એ જ દિવસે પોલીસે બૂટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરીને કુકડા પાસેથી પીધેલી હાલતમાં બે બોટલ દારૂ સાથે એની ધરપકડ કરવામાં આવી હતી.