ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે પિતા- પુત્ર અને ભાભીને છરીના ઘા માર્યા
- બે વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
- રાતે ધાબા પર સુવા ગયા ત્યારે લાઈટ કરનાર શખ્સને સમજાવવા જતા હુમલો કર્યો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે રહેતા પરિવારના દીકરો-દીકરી ધાબા ઉપર સુવા ગયા હતા, ત્યારે લાઈટ કરનાર શખ્સને સમજાવવા જતા પિતા-પુત્ર અને ભાભીને છરીના ઘા માર્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે રહેતા ભોજાભાઈ ઉકાભાઈ પરમારની દીકરી દીપીકા અને દીકરો વિનોદ ધાબા ઉપર સુવા ગયા હતા. ત્યારે એજ ગામનો રમેશ ભગતભાઈ પરમાર તેના ભાઈના ધાબા પર ચડીને લાઈટ કરતો હોવાથી ભોજાભાઈ અને વિનોદ તેને સમજાવવા જતાં રમેશે બન્ને સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં મોડેથી રમેશ અને તેનો ભાઈ નિતીન તલવાર અને છરી લઈને આવ્યા હતા અને રમેશે ભોજાભાઈને છરીના ઘા માર્યા હતા.
દીકરો પંકજ વચ્ચે પડતા તેને પણ મથામાં છરીનો ઘા માર્યો હતો. દેકારો સાંભળી મોટાભાઈ કેશાભાઈ અને ભાભી રંભાબેન ઘરે આવતા ઝપાઝપીમાં રંભાબેનને પણ બાવડા ઉપર છરીનો ઘા માર્યો હતો. ત્રણેયને સારવાર માટે દવાખાને લઈ જવાયાં હતાં.
આ બનાવ અંગે ભોજાભાઈએ રમેશ ભગતભાઈ પરમાર અને નિતીન ભગતભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.