Get The App

હળવદના ઈશ્વરનગર પાસે બ્રાહ્મણી-1 ડેમ સિંચાઇ કેનાલનું નાળું જર્જરિત

- એસટીમાં વિદ્યાર્થીઓ પણ મુસાફરી કરતા હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાશે

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
હળવદના ઈશ્વરનગર પાસે બ્રાહ્મણી-1 ડેમ સિંચાઇ કેનાલનું નાળું જર્જરિત 1 - image


હળવદ, તા. 14 જુલાઇ 2020, મંગળવાર

હળવદના ઈશ્વરનગર ગામે બ્રાહ્મણી-૧ ડેમ સિંચાઇ કેનાલ પર રસ્તાનું આવેલ નાળુ વર્ષોથી જર્જરિત હાલતમાં અકસ્માતનો મોટો ભય સર્જાય તેવી ભીતિથી વહેલી તકે નવેસરથી બનાવવામાં આવે તેવી માંગ છે. હાલ ચરાડવાથી મોરબી જવા આ રસ્તો ૧૦ ગામનો જોડતો માર્ગ છે.

જેમાં ઇશ્વરનગર, સુસવાવ, મયુર નગર રાસંગપુર, નવા ધનાળા, જુના ધનાળા, કેદારીયા રણજીત ગઢ, વગેરે ગામો આવેલા છે. હળવદ થી રાસંગપર ઇશ્વર નગર ચરાડવા મોરબી અભ્યાસ કરવા ગુજરાત એસટી બસમાં આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે. નાળાની રજુઆત અનેકવાર કરેલી છે છતાં સિંચાઇ અધિકારી કે તંત્ર ધ્યાન આપતું નથી. નાળા તૂટવાથી અકસ્માતનો મોટો ભય સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

નાળાની રજૂઆત કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ, મનસુખભાઈ પટેલ, ચંદ્રેશભાઇ પટેલ, તેમજ ઇશ્વરનગર ગામ લોકોએ તાલુકા અને જિલ્લામાં રજૂઆત કરવામાં આવી છે. જો સમસ્યાનો હલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Tags :