Get The App

મોરબી જિલ્લામાં ડોક્ટર, પોલીસ, સરકારી કર્મીઓ કોરોનાની ઝપટે

- રવિવારે ફરી વખત કોરોના વિસ્ફોટ

- વધુ ૧૯ પોઝીટીવ કેસ, એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક ૭ થયો, આઠ દર્દી સાજા થયા

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
મોરબી જિલ્લામાં ડોક્ટર, પોલીસ, સરકારી કર્મીઓ કોરોનાની ઝપટે 1 - image


મોરબી, તા. 12 જુલાઇ 2020, રવિવાર

મોરબી શહેર અને જીલ્લામાં આજે કોરોના બોમ્બ ફૂટયો હોય તેવી સિૃથતિ સર્જાઈ હતી અને ઓલ ટાઈમ હાઈ સૌથી વધુ ૧૯ કેસ એક જ દિવસમાં નોંાૃધાયા છે. જેમાં ડોક્ટર, પોલીસકર્મી અને સરકારી કર્મચારી સહિતના ૧૯ દર્દીના રિર્પોટ પોઝીટીવ આવ્યા છે તો વધુ આઠ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જયારે એક દર્દીનું મોત થયું છે.

મોરબી જીલ્લામાં રવિવારે રેકર્ડબ્રેક ૧૯ કેસ નોંધાયા છે અગાઉ શુક્રવારે ૧૫ કેસ નોંધાયા હતા તો આજે ફરી કોરોના બોમ્બ ફાટયો હતો જેમાં મોરબીના કડિયા કુંભાર શેરીના ૪૮ વર્ષના પુરુષ, રવાપર રોડ, શિવ પેલેસના ૫૬ વર્ષના પુરુષ, મોરબી પોલીસ લાઈનના ૫૪ વર્ષના પોલીસ કર્મચારી, શનાળા રોડ પર રહેતા ૬૪ વર્ષના મહિલા, વાંકાનેરના રહેવાસી ૬૧ વર્ષના મહિલા, ટંકારાના નેકનામના ૨૩ વર્ષના યુવાન, મોરબી  રાવલ શેરી ૪૫ પુરુષ, લાલબાગ સરકારી કર્મચારી ૫૫ વર્ષ પુરુષ, તેના પત્ની ૫૪ વર્ષ, હળવદ નવા ધનાળા ૫૦ વર્ષ મહિલા, ધનાળાના ૩૦ વર્ષના યુવાન, મોરબી ચંદ્રેશનગર ૨૭ વર્ષ પુરુષ, ધર્મસિદ્ધિ સોસાયટી ૬૩ વર્ષ પુરુષ, મદીના સોસાયટી વિસીપરા ૫૦ વર્ષ પુરુષ, ક્રિષ્ના હોસ્પિટલ ૩૦ વર્ષ યુવાન, પ્રાણનગર રવાપર રોડ ૬૦ વર્ષ પુરુષ, વાંકાનેર સીટી ૪૫ વર્ષ પુરુષ, મોરબી શ્રી રામવિજય સોસાયટી ૫૭ પુરુષ અને ૫૫ વર્ષ મહિલા, એમ ૧૯ દર્દીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.તે ઉપરાંત રવિવારે વધુ આઠ દર્દીઓએ કોરોના કોરોનાને મ્હાત આપી છે જયારે વધુ એક દર્દીનું રાજકોટ સારવારમાં મોત થયું છે.

મોરબી જીલ્લામાં રવિવારની સિૃથતિએ કુલ ૭૩ એક્ટીવ કેસ જોવા મળે છે અને ૩૯ દર્દી સજા ાૃથયા છે અને જીલ્લામાં કુલ ૭ દર્દીના મૃત્યુ થયા છે. મોરબી જીલ્લામાં રવિવારે સાંજ સુધીમાં કુલ ૧૧૯ કેસો નોંધાઈ ચુક્યા છે અને કોરોના ડબલ રેટ પણ અતિ ઝડપાૃથી વધી રહ્યો છે જે ચિંતાજનક બની રહે છે.

Tags :