આસો નવરાત્રિના પહેલા નોરતે ચોટીલામાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો: વહેલી સવારથી મા ચામુંડાના દર્શન માટે લાગી લાંબી કતારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chotila Temple Devotees Rush: આસો નવરાત્રિ 2026ના પાવન પર્વના પહેલા નોરતે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાંથી પહોંચેલા ભક્તોથી ચોટીલા ડુંગર અને મંદિર પરિસર ઊભરાઈ ગયું હતું. પહેલા નોરતાના પાવન અવસરે આશરે 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ડુંગર ચઢીને મા ચામુંડાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે મંદિર ખુલ્લું મુકાયું
શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રી નિમિત્તે જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ પ્રથમ નોરતે વહેલી સવારે 4 વાગ્યે માતાજીની પવિત્ર મંગળા આરતી યોજાઈ હતી. આરતીના 30 મિનિટ અગાઉ જ ડુંગર પર જવાનો પગથિયાનો દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યો હતો. સવારના બ્રહ્મ મુહૂર્તથી જ ભક્તો મા ચામુંડાના દર્શન કરવા કતારબદ્ધ ગોઠવાઈ ગયા હતા અને સમગ્ર ડુંગર પર ‘જય ચામુંડા’ અને ‘જય માતાજી’ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા.
આરતી અને પગથિયાના દ્વારનો સમય
•સવારની આરતી: પહેલું નોરતું (11મી ઓક્ટોબર) અને આઠમું નોરતું (18મી ઓક્ટોબર) ના દિવસે સવારની મંગળા આરતી સવારે 4:00 વાગ્યા રહેશે. જ્યારે નવરાત્રિના બાકીના 7 દિવસ સવારની આરતી સવારે 5:00 વાગ્યા યોજાશે.
•પગથિયાનો દ્વાર: દર્શાનાર્થીઓ માટે ડુંગર પર જવાનો પગથિયાનો દ્વાર સવારની આરતીના સમયથી 30 મિનિટ પહેલાં ખોલી દેવામાં આવશે. •સાંજની આરતી: નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે રહેશે.
•હવનાષ્ટમી (હવન): 18મી ઓક્ટોબરના રોજ ડુંગર ઉપર પવિત્ર હવનનું આયોજન થશે અને બપોરે 2:30 વાગ્યે બીડું હોમાશે.
•ભોજન પ્રસાદી: નવરાત્રિ દરમિયાન હવનાષ્ટમી સિવાયના બાકીના આઠ નોરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય બપોરે 11:00થી 2:00 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે હવનાષ્ટમીના દિવસે (18મી ઓક્ટોબર) બીડું હોમાયા બાદ બપોરે 3:00 વાગ્યાથી ભોજન પ્રસાદી શરૂ થશે.




