Get The App

સરાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ભક્તોના ઘોડાપૂર ઉમટયા

- શિવભક્તોએ પૂજા-અર્ચના કરીને ભોળાનાથને રિઝવ્યા : અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Updated: Mar 11th, 2021

GS TEAM

Google News
Google News
સરાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ભક્તોના ઘોડાપૂર ઉમટયા 1 - image

સરા : સરાગામના પાદરે આવેલું સ્વંયભુ જડેશ્વર મહાદેવજીનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે. શિવરાત્રીના પાવનપર્વે જડેશ્વર મહાદેવજીના મંદિરને પુષ્પો અને રોશનીથી શણગાર કરતા અલૌકિક દર્શનનો લાભ શિવભક્તોએ લીધો હતો.

 વ્હેલી સવારે પ્રભાતફેરી મંડળ દ્રારા શિવરાત્રીના પર્વે પ્રભાતફેરી યોજી પંખીઓ માટેની ચણ ઉઘરાવી સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. શિવભક્તોએ હરહર મહાદેવના નાદ સાથે મંદિરને રણકાવી દિધું હતું પ્રાકૃતિક અને રમ્ય વાતાવરણ વચ્ચે શિવ ભક્તોએ ભોળાનાથને રિઝવવા શિવપુજા અર્ચના શિવજાપ ધુન ભજન કિર્તનની રમઝટ વચ્ચે શિવજીને દુધ પંચામૃત જળ અભિષેક ફળફર્ટ અને બિલીપત્રો ચઢાવી શિવ આરાધના કરી હતી. બપોરે મહાદેવજી મંદિરના મહા આરતી અને ભાંગની પ્રસાદી શિવભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી ઉપવાસ એકાસણા સાથે લોકોએ દાન પુણ્ય કરીને શિવને રિઝવવા કાલાવાલા કર્યા હતા. ભાવપુર્ણ માત્રથી કરેલ જપ તપથી દયાળુદિનાનાથ ભોળીયા મહાદેવજી ભક્તોના ભાવમાત્રથી રિઝે છે. મહા શિવરાત્રી દરેક લોકોના મનોકામના શિવજી પરિપુર્ણ કરે તેવી પ્રાર્થના કરી હતી.