ગુજરાતના દસ જિલ્લામાં TB ટેસ્ટના મશીનોથી શરૂ કરાશે કોરોના ટેસ્ટિંગ
- માત્ર કલાકમાં રિપોર્ટ : જામનગર, ભાવનગર જેવી લેબ પરનું ભારણ ઘટશે
- સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને પોરબંદરનો સમાવેશ
રાજકોટ, તા. 17 જૂન 2020, બુધવાર
સૌરાષ્ટ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ થવા લાગ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગરની ટેસ્ટિંગ લેબોરેટરીઓ પરનું ભારણ ઘટાડવા અને છેક ત્યાં સેમ્પલો મોકલવાથી થતો સમયનો બગાડ અટકાવવા હવે અહીં વધુ ચાર જિલ્લામથકે કોવિડ-૧૯ લેબોરેટરી ટેસ્ટ શરૃ કરવાની તજવીજ ચાલી રહી છે. તેમાં અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. અલબત્ત, રિપોર્ટ પોઝીટીવ આવે તો રી-કન્ફર્મ કરવા સેમ્પલ અન્યત્ર મોકલવા પડશે. ગુજરાતમાં આ સહિત આવા ૧૦ સૃથળો સમાવિષ્ટ છે, જ્યાં ટીબી ટેસ્ટ માટેના મશીનાૃથી કોરોના ટેસ્ટિંગ હાથ ધરાશે.
હાલ અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી લેવાતા નઝલ સ્વોબ સેમ્પલ્સ ભાવનગરની સરકારી લેબોરેટરીમાં તથા પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેમ્પલ્સ જામનગરની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાય છે. સેમ્પલોનું પ્રમાણ વાૃધારવા વિશે તો સરકારનું વલણ તબીબોને નકારાત્મક લાગ્યું જ છે, પરંતુ એકાથી વધુ જિલ્લાના ટેસ્ટ એક લેબમાં કરવાની મજબૂરીને પણ એક કારણ તરીકે આગળ ધરીને આરોગ્યતંત્ર ટેસ્ટિંગનું પ્રમાણ મર્યાદિત રાખતું આવ્યું છે.
બીજી તરફ દરેક જિલ્લામાં આઈ.ડી.એસ.પી. હેઠળ કાર્યરત ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલૃથ લેબોરેટરીઝને ટી.બી. પ્રોગ્રામ હેઠળ મળેલા ટ્રુ-નેટ મશીનો પણ કોવિડ-૧૯ના સ્ક્રીનિંગ ટેસ્ટ માટે ઉપયોગમાં લઈ શકાય છે, તે સરકારને હવે છેક સૂઝ્યુ હોય તેમ આરોગ્ય વિભાગે તા.૨૯મેના રોજ આ અંગે પરિપત્ર જારી કર્યો છે. તેમાં નવસારી, વ્યારા, નર્મદા, ડાંગ, પાલનપુર તેમજ સૌરાષ્ટ્રના ઉક્ત પાંચ જિલ્લામથકના સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે ટ્રુ નેટ ડયૂઓ મશીન મૂકીને દરેક શંકાસ્પદ દર્દીના નમૂનાનું તેમાં પરિક્ષણ કરવું. જો સેમ્પલ રિપોર્ટ નેગેટીવ આવે તો દર્દીને જાણ કરી દેવી, અને જો પોઝીટીવ આવે તો રી-કન્ફર્મેશન માટે આરટી-પીસીઆર લેબમાં મોકલવા. રી-કન્ફર્મ થયે આઈ.સી.એમ.આર.ના પેાર્ટલમાં પોઝીટીવ રિઝલ્ટની એન્ટ્રી કરી શકાશે. આ માટે આરટી-પીસીઆરની મોબાઈલ એપમાં ઈન્સ્ટોલ કરાવીને આઈસીએમઆર સાથે સંકલન રખાશે. ત્યાં પરિણામ મોકલવા અને રજિસ્ટ્રેશન માટેની ટ્રેનિંગ લેવાની રહેશે. સ્ટેટ માઈક્રોબાયોલોજીસ્ટે જણાવ્યું કે ''ટ્રેનિંગ પૂરી થાય પછી કેન્દ્ર સરકારમાંથી આઈડી-પાસવર્ડ મળ્યા બાદ ટેસ્ટ શરૃ કરાય છે જૂનાગઢમાં એ ઔપચારિક વિધિ પૂરી થઈ જતાં ત્યા ટેસ્ટ ચાલુ કરી દેવાયા છે.''નોંધનીય છે કે હાલ થતા કન્ફર્મ ટેસ્ટને છ કલાક લાગે છે, જ્યારે આમાં એક કલાકમાં જ રિઝલ્ટ મળી જતું હોવાથી પ્રત્યેક જિલ્લામાં દાખલા તરીકે ૧૦૦ ટેસ્ટ થતા હોય, તો ૮૦-૯૦ જેટલા નેગેટીવ રીઝલ્ટની તત્કાલ ખબર પડી જતાં ઝડપ વધશે.