Get The App

સાણંદ તાલુકામાં કોરોનાનો તરખાટ 5 કેસ પોઝિટિવ મળતા ફફડાટ

- સાણંદનો યુવક, ૫૭ વર્ષીય મહિલા અને પુત્ર પોઝિટિવ ચાંગોદરમાં આધેડ મહિલાને પણ કોરોના

Updated: Jun 1st, 2020

GS TEAM

Google News
Google News
સાણંદ તાલુકામાં કોરોનાનો તરખાટ  5 કેસ પોઝિટિવ મળતા ફફડાટ 1 - image


સાણંદ તા.1 જૂન 2020, સોમવાર

સાણંદ તાલુકા મા પાંચ કેશ પોઝિટિવ આવતા લોકોમાં ડર વધ્યો, આજે અનલોકના પહેલાં જ દિવસે પાંચ કેશ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

શહેરમાં આવેલ એકલિંગજી એપાર્ટમેન્ટ એકમાં સી વિભાગમાં પરિવાર સાથે રહેતો ૩૨ વર્ષીય યુવકને પોઝીટીવ  ૩ પરિવારજનોને હોમ કોરેન્ટાઇન કરાયા છે.

સાણંદ બસ સ્ટેન્ડ સામે આવેલ મોહલ્લામાં પરિવાર સાથે રહેતા ૩૨ વર્ષીય યુવકને ટાઈફોઈડની તકલીફ થતા ખાનગી હોસ્પિટલ ત્યારેબાદ યુવક સોલા સિવિલ ખાતે પોઝીટીવ ૭ પરિવારજનોને હોમ કોરેન્ટાઇન કરાયા છે.

હરેકૃષ્ણ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ૫૭ વર્ષીય મહિલા અને તેઓનો ૩૪ વર્ષીય પુત્રનો  કોરોના પોઝિટિવ આવ્યો છે.

સાણંદ તાલુકાના ચાંગોદર વિસ્તારમાં સર્જન ફ્લેટમાં એચ વિભાગમાં પરિવાર સાથે રહેતી ૫૮ વર્ષીય આધેડ મહિલાની તાવ આવતા સારવાર માટે સોલા સિવિલ ગયેલ જ્યાં તેઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતા જેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

      તમામ વિસ્તારને સૅનેટાઇઝ કરાયા છે અને કન્ટાઇમેન ઝોનમાં મુકવામાં આવ્યા છે. 

Tags :