સાણંદ તાલુકામાં કોરોનાનો તરખાટ યથાવત : વધુ 6 કેસ મળતા દોડધામ
- શહેરમાં ત્રણ સહિત શેલા, મોરૈયા અને ઇયાવા પાસે એક-એક વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ
સાણંદ તા.6 જુલાઈ 2020, સોમવાર
સાણંદ તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. આરોગ્ય સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ શહેરમાં આવેલ વાઘેલા પાર્ક સોસાયટીમાં ૫૮ વર્ષીય પુરુષને કોરોના ટેસ્ટ કરાવતા તેઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે.
સાણંદ બજાર વિસ્તારમાં આવેલ સેંધણી માતાજીની વચ્ચેની ખડકીમાં ૩૦ વર્ષીય યુવકને તેમજ સાણંદમાં આવેલ ગઢવી વાસમાં ૨૫ વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ એક દિવસમાં સાણંદ શહેરમાં ૩ કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સાણંદ તાલુકાના શેલા ગામે આવેલ ફલોરિશ સ્કાય સીટી ખાતે ૩૫ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે સાણંદના મોરૈયાના ગામે સુવાસ પ્રવેશ ખાતે રહેતા ૩૧ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ સાણંદના ઇયાવા ગામ નજીક મેપીફન ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતો ૩૫ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે, આમ છ કેશ નોંધાયા છે.