ધનાળામાં કોરોનાથી આધેડનું મોત, પરિવારના ત્રણ સભ્યો પણ ઝપટે
- નાનકડા ગામ પાંચ કેસ નોંધાતા સન્નાટો છવાયો
- ગામની તમામ દુકાનો બંધ, પ્રભાવિત વિસ્તારોમાં પ્રતિબંધો લાદીને સેનેટાઈઝની કામગીરી કરાઈ
હળવદ તા. 16 જુલાઈ 2020, ગુરુવાર
ધનાળા ગામે પાચ કોરોના પોઝીટીવ કેશ છે ધનાળામાં કોરોના સંક્રમિત મૃત્યુ પામનાર દર્દીના પત્ની, પુત્ર, પૌત્રીને કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે.
હળવદ તાલુકાના ધનાળા ગામના વૃદ્ધાને તારીખ ૧૦-૭-૨૦૨૦ના તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તમને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા વેન્ટિલેટર અને બાયપેપ પર સારવાર હેઠળ હતા, કોરોના સામે જંગ હારી જતા વિભાભાઈ મુગલભાઈ ગોહીલ (રબારી) ઉ.૫૯ તેમનું નિધન થયું હતું. મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ધનાળામાં કુલ ૫ કોરોના પોઝિટિવ કેસ છે. હળવદ શહેર અને પંથકમાં કોરોના પોઝીટિવ કેશ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધતા પ્રજા માટે ચિંતાનો વિષય બનવા પામ્યો છે. હળવદ શહેર તાલુકામાં કોરોનાના કેસોની સંખ્યા ૧૨ થઈ છે, ધનાળામાં કુલ ૫ કોરોના પોઝીટીવ કેશ થયા છે, જ્યારે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ મૃત્યુ આંક કુલ ૯ થવા પામ્યો છે. તાત્કાલિક ધોરણે હળવદ આરોગ્ય ખાતાની ટીમ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના ઘટનાસ્થળે પહોંચી સેનેટાઈઝર સહિતની કામગીરી હાથ ધરી હતી અને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.