Get The App

ઝાલાવાડમાં કોરોના વિસ્ફોટ : 24 કલાકમાં 32 કેસ

- સુરેન્દ્રનગર જિલ્લામાં કિલર કોરોનાનો અજગરી ભરડો વધતા આરોગ્ય અને વહીવટી તંત્રની ચિંતા વધી

- શહેરી વિસ્તારોમાં અધધ... 18 અને ગ્રામ્ય વિસ્તારોમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા : ટૂંકાગાળામાં કેસોમાં રોકેટગતિએ વધારો થતા કુલ આંક 329 થયો

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
ઝાલાવાડમાં કોરોના વિસ્ફોટ : 24 કલાકમાં 32 કેસ 1 - image


સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી, તા. 12 જુલાઇ 2020, રવિવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે જિલ્લામાં છેલ્લા ૩૨ કલાકમાં અંદાજે ૨૪ જેટલાં વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યાં હતાં.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસનો સતત કહેર વધી રહ્યો છે. ત્યારે જિલ્લામાં અંદાજે વધુ ૩૨ જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતાં. જેમાં શહેરી વિસ્તારમાં રતનપર ખાતે રહેતાં (૧) ૮૦ વર્ષના વૃધ્ધ (૨) ૫૭ વર્ષના પુરૃષ (૩) ૨૭ વર્ષના પુરૃષ (૪) જોરાવરનગર ખાતે ૨૦ વર્ષના પુરૃષ (૫) જેલ ચોક વિસ્તારમાં ૭૫ વર્ષના વૃધ્ધ (૬) સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ૫૦ વર્ષના પુરૃષ (૭) નિર્મળનગરમાં ૨૬ વર્ષના પુરૃષ (૮) કોઠારીયા રોડ પર ૫૯ વર્ષના પુરૃષ (૯) એનટીએમ હાઈસ્કૂલ પાસે ૬૦ વર્ષની વૃધ્ધ મહિલા (૧૦) શીવ હોટ બસ સ્ટેન્ડ પાસે ૩૦ વર્ષના પુરૃષ (૧૧) જીનતાન રોડ પર ૫૫ વર્ષની મહિલા (૧૨) જીનતાન રોડ પર ૨૮ વર્ષના પુરૃષ. સહિત ૧૮ દર્દી નોંધાયા હતા. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં * લીંબડી શહેરી વિસ્તારમાં ૫૩ વર્ષના પુરૃષ *  લીંબડીના શહેરી વિસ્તારમાં ૭૦ વર્ષના પુરૃષ * લીંબડી શહેરી વિસ્તારમાં ૫૦ વર્ષની મહિલા * લીંબડીના પાંદરી ગામમાં ૫૪ વર્ષના પુરૃષ * લીંબડીના પરાલી ગામની ૩૦ વર્ષની મહિલા * ધ્રાંગધ્રા શહેરના દેપાળા ચોરા પાસે રહેતા રાજેન્દ્રભાઈ પનારા ઉ.વ.૩૭ * ધ્રાંગધ્રાના સોની તલાવડી પાસે રહેતાં કિરણભાઈ બિલોજીયા ઉ.વ.૩૮ * ધ્રાંગધ્રાના મીરા દાતાર પાછળ રહેતી મહિલા પાયલબેન કણજરીયા ઉ.વ.૨૦ * ધ્રાંગધ્રા સોની તલાવડી વિસ્તારમાં રહેતાં ચુનીલાલ સોનગ્રા ઉ.વ.૬૫ * પાટડીના માલવણ ખાતે રહેતાં પ્રવિણભાઈ રબારી ઉ.વ.૨૫ જેઓ વડોદરા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે * પાટડીના દેગામ ખાતે રહેતાં જીગ્નાબા રાજપુત ઉ.વ.૨૨ * પાટડીના દેગામ ખાતે રહેતાં ૨૦ વર્ષના પાયલબેન હિતેષભાઈ સહિત શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૩૨ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ સાથે જિલ્લાનો કુલ આંક ૩૨૯ ઉપર પહોંચ્યો હતો. જ્યારે આરોગ્ય વિભાગની ટીમે તમામ કોરોના પોઝીટીવ વિસ્તારોની મુલાકાત લઈ સંપર્કમાં આવેલ લોકોને ક્વોરન્ટાઈન કર્યા હતાં તેમજ સ્થાનિક વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યાં હતાં.

Tags :