Gujarat

નગવાડામાં જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો ન હોવા છતાં પ્રવેશ કરતા ફરિયાદ

By GS Team
3 Jul 20201 min read
This article was originally published on 3 Jul 2020
નગવાડામાં જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો ન હોવા છતાં પ્રવેશ કરતા ફરિયાદ

પાટડી, તા. 3 જુલાઇ 2020, શુક્રવાર

પાટડી તાલુકાના નગવાડા ગામની સીમમાં આવેલ જમીન ખાતા નંબર ૧૦૬ સર્વે નંબર ૭૯૨/પૈકી ૮૮ હે.આ.રે.૧-૬૧-૮૮ અને ખાતા નંબર ૨૬૩ સર્વે નંબર ૭૯૨/પૈકી ૮૮ હે.આ.રે.૧-૬૧-૮૮ની બે અલગ-અલગ ખેતીની જમીન ધરાવતાં માલીક દેવજીભાઈ અમથાભાઈનું અવસાન થયાં બાદ ખેતરોમાં વારસાઈ નોંધ મુજબ ફરિયાદી જીલુભાઈ દેવજીભાઈ સહિતનાઓના નામો દાખલ થયેલા છે અને આ નામો ચાલે છે.

આ ઉપરાંત ફરિયાદી જીલુભાઈ જમીનનાં સ્થાવર મિલ્કતના સીધી લીટીના વારસદારો હોવા છતાં ૬ જેટલાં શખ્સોએ કોઈપણ જાતની પરવાનગી વગર આ જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. 

જે અંગે ફરિયાદીએ પ્રવેશ કરવાની ના પાડતાં ધમકી આપી હતી આથી ભોગ બનનાર ફરિયાદીએ કરશનભાઈ વાલાભાઈ, અરજણભાઈ કરશનભાઈ, હરદાસભાઈ કરશનભાઈ, શંકરભાઈ કરશનભાઈ, રમેશભાઈ અરજણભાઈ અને બાવાભાઈ અરજણભાઈ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.