Updated: May 24th, 2023
- 2001 માં લાખોના ખર્ચે બનાવેલી કેનાલમાં પાણી જ આવ્યું નથી
- સિંચાઈ માટેની કેનાલમાં પાણીના અભાવે ખેતિ માટે એક સિઝન લેવી પણ મુશ્કેલ
બગોદરા : અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહે તે માટે કેનાલો બનાવવામાં આવી હતી. પરંતુ બે દાયકાથી વધુનો સમય વિતિ જવા છતાં કેનાલમાં સિંચાઈ માટે પાણી ના આવતા ખેડૂતો રોષે ભરાયા છે.
બાવળાના મેમર, કનોતર, સરલા, શિયાળ, રોયકા, બગોદરા સહિતના ગામોમાં વર્ષ ૨૦૦૧માં તંત્રએ લાખો રૂપિયાના ખર્ચે કેનાલ બનાવી હતી. પરંતુ વર્ષો વિતિ ગયા છતાં હજુ સુધી ખેડૂતોને કેનાલમાં સિંચાઈનું પાણી મળ્યું ના હોવાથી લોકો રોષે ભરાયા છે. એક તરફ સરકાર ખેડૂતોની બમણી આવકની વાતો કરે છે પરંતુ ખેડૂતોને કેનાલમાં પાણી ના મળતા એક સીઝન લેવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. તેમજ તંત્ર અમુક ગામોને પાણી આપે છે ને અમારા ગામ પ્રત્યે ભેદભાવ રાખીને જાણી જોઈને પાણી આપવામાં આવતું ના હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા.