બાવળાની બેન્ક ઓફ બરોડાના કર્મચારીની 1.69 કરોડની ઉચાપત
- આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરી હતી
બગોદરા, તા. 25 જૂન 2020, ગુરુવાર
અમદાવાદ જિલ્લાની બાવળા ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં ફરજ બજાવતાં કર્મચારીએ કરોડો રૂપિયાની ઉચ્ચાપત કર્યા અંગેની ફરિયાદ બાવળા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં સ્પેશ્યલ આસીટન્ટ તરીકે ફરજ બજાવતાં કર્મચારી કિરણભાઈ લાલુભાઈ ચુનારાએ પોતાના તેમજ અન્ય બેન્ક કર્મચારીઓના આઈડી અને પાસવોર્ડનો દુર ઉપયોગ કરી પોતાની પત્ની ભારતીબેન કિરણભાઈ ચુનારાના ખાતામાં તેમજ અન્ય ખાતામાં અલગ-અલગ સમયે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતાં તેમજ અન્ય બેન્ક ગ્રાહકોના બચતખાતામાંથી પણ ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરી અંદાજે રૂા.૧.૬૯ કરોડની ઉચાપત કરી હોવાનું જણાઈ આવતાં બાવળા પોલીસ મથકે બેન્ક કર્મચારી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.