સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાંથી વધુ 11 જેટલા દર્દીઓએ કોરોનાને હરાવ્યો
- જિલ્લામાં દર્દીઓ વધતા રિકવરી પણ વધી
- પોઝિટિવ દર્દીઓને તાવ, શરદી કે ઉધરસ જેવા કોઇ લક્ષણો ન જણાતા રજા આપવામાં આવી
સુરેન્દ્રનગર, તા. 30 જુલાઈ 2020, ગુરુવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે ત્યોર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ અંદાજે ૩૦ થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે અને તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવે છે અને સારવાર બાદ તાવ, શરદી કે ઉધરસ જેવાં લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પીટલમાંથી વધુ ૧૧ કોરોના પોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને જિલ્લામાં દરરોજ અંદાજે ૩૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવે છે અને સારવાર બાદ કોઈ જ લક્ષણો ન જણાતાં રજા આપવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર સ્થિત સરકારી કોવીડ હોસ્પીટલમાંથી વધુ ૧૧ કોરોનાપોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
જેમાં સુરેન્દ્રનગર શહેરના વતની બ્રીજેશભાઈ ચંદ્રકાન્તભાઈ, નરેશભાઈ રાઠોડ, કુસુમબા રાણા, હિતેન્દ્રભાઈ કસ્તુરભાઈ, હિતેષભાઈ ડાંગી, વઢવાણના વતની સાહિદાબેન આરીફભાઈ, લીંબડીના વતની સુખદેવસિંહ ઝાલા, પાટડીના વતની હિતેન્દ્રકુમાર કાન્તિલાલ અને ધ્રાંગધ્રાના વતની જયંતિલાલ પ્રાણજીવનદાસ તેમજ અમદાવાદ જિલ્લાના વિરમગામના વતની કપિલાબેન ભરતભાઈ તથા બોટાદ જિલ્લાના રણપુરના વતની કેશુભા પરમારનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓને અગાઉ થોડા દિવસો પહેલા કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.