ઝાલાવાડમાં કોરોનાના વધુ 15 કેસ નોંધાયા
- સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારમાં ૮, ધાંગધ્રા, પાટડી, ચુડા અને સાયલા તાલુકામાં ૭ કેસ મળ્યા
- જિલ્લામાં મહામારી હજી ય હટવાનું નામ નથી લેતી
સુરેન્દ્રનગર, પાટડી, સાયલા, ધ્રાંગધ્રા, તા.15 જુલાઈ 2020, બુધવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને જિલ્લામાં દરરોજ અંદાજે ૧૫થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે વધુ ૧૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં.
જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં (૧) વડનગરમાં રહેતાં ૩૫ વર્ષના પુરૃષ (૨) લક્ષ્મીપરામાં રહેતાં ૫૪ વર્ષના પુરૃષ (૩) ધોળીપોળ વિસ્તારમાં રહેતાં ૬૫ વર્ષની વૃધ્ધ મહિલા (૪) દાળમીલ રોડ પર રહેતી ૩૯ વર્ષની મહિલા (૫) કમલપાર્કમાં રહેતી ૫૮ વર્ષની મહિલા (૬) મોરભાઈનો ડેલામાં રહેતી ૮૦ વર્ષની વૃધ્ધ મહિલા (૭) કડીયા સોસાયટીમાં રહેતી ૩૯ વર્ષની મહિલા અને (૮) રામદેવપીર શેરીમાં રહેતા ૭૦ વર્ષના પુરૃષ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં (૯) ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષની મહિલા (૧૦) ધ્રાંગધ્રા વાણીયા શેરીમાં રહેતાં ૭૨ વર્ષના પુરૃષ (૧૧) ચુડા તાલુકાના વનાળા ગામે રહેતાં ૪૮ વર્ષના પુરૃષ (૧૨) પાટડીના જૈનાબાદ ગામે રહેતાં ઈકબાલભાઈ અકબરભાઈ કુરેશી ઉ.વ.૩૭ (૧૩) પાટડીના પીપળી ગામે રહેતાં ૨૨ વર્ષના રોશનખાન રહેમતખાન મલેક અને (૧૪) પાટડીના નગવાડા ગામે રહેતાં હરિભાઈ બેચરભાઈ પંચાલ ઉ.વ.૭૨ (૧૫) સાયલા ખાતે રહેતાં મનસુખભાઈ કુકડીયા ઉ.વ.૭૬ સહિતનાઓને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયા હતાં. જ્યારે આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૩૮૧ ઉપર પહોંચ્યો હતો.