સાણંદમાં કોરોનાનો તરખાટ જારી વધુ 6 કેસ સાથે કુલ આંક 111
- શહેરમાં પાંચ અને ગીબપુરાની વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ : તમામ વિસ્તારોને સેનિટાઇઝ કરાયા
સાણંદ તા.13 જૂન 2020, શનિવાર
સાણંદમાં કોરોનાની અણનમ બેટિંગ ચાલુ રહેતા આજે નવા છ કેસ ઉમેરતા ૧૧૧ કુલ કેસ થયા છે. હજુ કોરોના અટકતો નથી તંત્રની મુશ્કેલીઓમા વધારો થયો છે. લોકોમાં પણ ડર વધ્યો છે, બપોરે આખું બજાર સુમસામ જોવા મળે છે.
સાણંદ શહેરમાં આવેલ સરણમ ફ્લેટમાં પરિવાર સાથે રહેતા ૪૧ વર્ષીય પુરુષને કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાણંદના આલોક બંગલોમાં રહેતા ૪૫ વર્ષીય પતિ પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો છે, સાણંદની રાધે વીલા સોસાયટીમાં ૩૧ વર્ષીય યુવકને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે, સાણંદના ગીબપુરા ખાતે ૬૨ વર્ષીય વૃદ્ધ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાણંદના કુમકુમ સોસાયટીમાં તાજેતરમાં ૫૫ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓના ૫૫ વર્ષીય પત્નીને પણ કોરોનાનું સંક્રમણ થવા પામ્યું છે. તમામ વિસ્તારને સૅનેટાઇઝ કરાયા છે અને કંટાઈમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.