mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જોરાવરનગર ખારાકુવા પાસે મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

Updated: Mar 18th, 2024

જોરાવરનગર ખારાકુવા પાસે મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો 1 - image


63600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર : જોરાવરનગર પોલીસ ટીમે બાતમીના આધારે જોરાવરનગર ખારાકુવા પાસે આવેલ જુના પોલીસ સ્ટેશન પાછળ આવેલા રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન સહીત કુલ રૂા.૬૩,૬૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે આ દારૂના જથ્થો રાખનાર બે શખ્સો હાજર મળી ન આવતા પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જોરાવરનગર પોલીસ ટીમને બાતમી મળી હતી કે રતનપર ગંગોત્રી સ્કુલ પાસે રહેતા કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા અને જોરાવરનગર હનુમાન ચોક વિસ્તારમાં રહેતા અકરમ મુસ્તુફાભાઇ મમાણી બન્ને શખ્સો દ્વારા  ભેગા મળી જોરાવરનગર ખારાકુવા વિસ્તારમાં જુના પોલીસ સ્ટેશન પાછળ આવેલ કર્મદીપસિંહના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. 

આ બાતમીના આધારે જોરાવરનગર પોલીસ ટીમના અનિલસિંહ ચૌહાણ, વિજયસિંહ રથવી સહીતની ટીમે રહેણાંક મકાનમાં દરોડો કર્યો હતો જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ૧૪૬ કિંમત રૂા.૫૮,૪૦૦ તથા બીયરના ટીન નંગ ૫૨ કિંમત રૂા.૫,૨૦૦ સહીત કુલ રૂા.૬૩,૬૦૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જ્યારે કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા તેમજ અકરમ મુસ્તુફાભાઇ મમાણી હાજર મળી ન આવતા બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Gujarat